Nationalગુજરાતી

દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારોઃ મનસુખ માંડવિયા

  • રેમડેસિવીરની માંગ વધતા સરકાર એલર્ટ
  • દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં કર્યો વધારો
  • રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે ચાલી રહેલી લડાઈને ધ્યાનમાં રાખીને સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે રેમડેસિવીરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો છે.

મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં, ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માંગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે.

માંગમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં,  12 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20 હતી તે 4 મે, 2021 સુધીમાં વધીને 57 પ્લાન્ટસ જેટલી થઈ ગઈ છે

ભારત સરકાર દ્વારા જે રીતે કોરોનાવાયરસ સામે લડાઈ લડવામાં આવી રહી છે તેને જોતા લાગે છે કે ભારત ફરી એકવાર કોરોનાવાયરસના સંક્રમણને કાબૂ કરવામાં સક્ષમ થઈ શકે છે. ભારત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની શક્ય એટલી મદદ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહી છે.

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply