વોશિંગ્ટનઃ ભારત અને રશિયાના સંબંધોને લઈને ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર આકરા પ્રહાર કર્યાં છે. રશિયા સાથેના સંબંધનોને આગળ ધરીને ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારત અને રશિયાના સંબંધોને લઈને આકરા પ્રહાર કર્યાં હતા.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને રશિયાના ગાઢ સંબંધો પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેમને કોઈ ફર્ક નથી પડતો કે ‘નવું ભારત’ મોસ્કો સાથે શું કરે છે. ભારતથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી, ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત અને રશિયા એકસાથે તેમની મૃત અર્થવ્યવસ્થાઓને છે અને તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. યુએસ પ્રમુખે કહ્યું, “અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે, પરંતુ તેમના ટેરિફ ખૂબ ઊંચા છે.”