નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતા આયાત પર 25 ટકા વધારાનો શુલ્ક લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાનું કારણ આપાયું છે. વ્હાઈટ હાઉસ અનુસાર, યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ આ શુલ્ક લાગૂ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો, જેને હવે ઔપચારિક રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતથી થતા આયાત પર 25 ટકા વધારાનો શુલ્ક લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાનું કારણ આપાયું છે. વ્હાઈટ હાઉસ અનુસાર, યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ આ શુલ્ક લાગૂ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો, જેને હવે ઔપચારિક રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે.
આદેશમાં જણાવાયું છે કે ભારત સીધા કે આડકતરી રીતે રશિયાથી તેલ આયાત કરી રહ્યું છે, જેને અમેરિકા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ માટે ખતરો માને છે. આદેશ પ્રમાણે, “સંબંધિત કાયદાઓ અનુસાર, અમેરિકાના કસ્ટમ વિસ્તારમાં ભારતથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકાનો વધારાનો શુલ્ક લાગૂ કરવામાં આવશે.” આ નવો શુલ્ક આદેશ જારી થયાના 21 દિવસ પછી અમલમાં આવશે. જો કે, જે ચીજવસ્તુઓ એ સમય સુધી દરિયાઈ માર્ગે હોવી અને 17 સપ્ટેમ્બર પહેલાં અમેરિકન કસ્ટમ્સમાંથી ક્લિયર થવી, તેવા માલ પર આ શુલ્ક લાગૂ નહીં થાય.
આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે આ વધારાનો શુલ્ક પહેલાંથી લાગુ અન્ય શુલ્કોથી અલગ હશે, સાથે સાથે, આ ચીજવસ્તુઓને “પ્રિવિલેજ્ડ ફોરેન સ્ટેટસ” હેઠળ અમેરિકન કસ્ટમ વિસ્તારમાં લાવવામાં આવશે, જે કડક કસ્ટમ નિયમો હેઠળ રહેશે. ટ્રમ્પે આ આદેશમાં ફેરફાર કરવાનો હક પોતે રાખ્યો છે, જેથી ભવિષ્યમાં ભારત અથવા રશિયાની નીતિમાં ફેરફાર કે જવાબી પગલાંની સ્થિતિમાં આ આદેશને સુધારી શકાય.
આ ઉપરાંત, આદેશમાં અમેરિકાના વાણિજ્ય વિભાગ, વિદેશ વિભાગ, ખજાનાં વિભાગ અને અન્ય એજન્સીઓને રશિયા સાથે અન્ય દેશો દ્વારા થતા તેલ વેપાર પર નજર રાખવાની અને જરૂર પડે તો આવા જ પગલાંની ભલામણ કરવાની સૂચના આપવામાં આવી છે.