અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત કરવા તૈયાર નથી, તો તેઓ રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વધુ વધારી શકે છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી, ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું.
ટ્રમ્પે કહ્યું છે કે તેમનું વહીવટીતંત્ર યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના સંપર્કમાં છે અને તેઓ ટૂંક સમયમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરશે. જોકે, ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ ન થયું હોત. ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે નાટો દેશોએ સુરક્ષા પરનો ખર્ચ 2% થી વધારીને 5% કરવો જોઈએ.