કુદરતી નિખાર માટે ઘરે જ અજમાવો આ અકસીર ઉપાય
ખૂબસૂરત દેખાવું કોને ન ગમે? આજકાલ ચહેરાની રંગત નિખારવા માટે લોકો અવનવા મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ્સ અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર આ મોંઘી વસ્તુઓ ફાયદો કરવાને બદલે ત્વચાને નુકસાન પહોંચાડે છે અથવા રિએક્શન આપે છે. જો તમે તમારી ત્વચાને હેલ્ધી, ગ્લોઈંગ અને ડાઘ-ધબ્બા રહિત રાખવા માંગતા હોવ, તો આપણા જૂના અને જાણીતા ઘરેલું નુસખાઓ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
અહીં કેટલાક એવા પ્રાકૃતિક ઉપાયો છે જે તમારી ત્વચામાં જીવ પૂરી દેશે
તેલની મસાજ : રાત્રે સૂતા પહેલા ચહેરાને બરાબર ધોઈ લો અને ત્યારબાદ નારિયેળ અથવા સરસિયાના તેલથી હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ત્વચાનું કોલેજન બૂસ્ટ થાય છે, જેનાથી ચહેરો યુવાન દેખાય છે.
કાચું દૂધ : કાચું દૂધ ત્વચા માટે નેચરલ ક્લીન્ઝરનું કામ કરે છે. રાત્રે ચહેરો સાફ કર્યા પછી રૂની મદદથી કાચું દૂધ ચહેરા પર લગાવો અને આંગળીઓથી હળવી મસાજ કરો. સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રક્રિયાથી ચહેરા પર અદભૂત નિખાર આવશે.
રાઈસ વોટર : ચોખાનું પાણી ત્વચા માટે કોઈ દવાથી ઓછું નથી. ચોખાને થોડીવાર પલાળી રાખો અને પછી તેનું પાણી ગાળી લો. આ પાણીને રૂ વડે ચહેરા પર લગાવો અને સુકાવા દો. આ ઉપાયથી ત્વચાનો રૂખાપણું દૂર થાય છે અને સ્કિન ટાઈટ બને છે.
મુલતાની માટી : જો તમે પિમ્પલ્સ, કાળા ડાઘ કે ઝાઈઓથી પરેશાન હોવ તો મુલતાની માટી રામબાણ ઈલાજ છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને તેનો ફેસ પેક લગાવો. તે ત્વચામાંથી વધારાનું તેલ ખેંચી લે છે અને ચહેરો એકદમ ફ્રેશ બનાવે છે.
એલોવેરા જેલ અને લીંબુ : એલોવેરાના તાજા જેલમાં થોડા ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર ૩૦ મિનિટ સુધી લગાવી રાખો. આ નુસખાથી કરચલીઓ અને એકનેની સમસ્યામાં રાહત મળે છે અને ત્વચા ડાઘરહિત બને છે.
આ પણ વાંચોઃ દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનો પ્રારંભઃ જાણો શું હશે વિશેષતાઓ?


