
નાસ્તા સાથે જરૂર ટ્રાય કરો ટામેટા-ખજૂર સ્પેશિયલ ચટણી,નોટ કરી લો આ રેસીપી
ખજૂરનું સેવન લોહીની ઉણપ દૂર કરે છે, સાથે જ મગજને તેજ બનાવે છે.ખજૂરનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.તેમાં આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ,એમિનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સ મળી આવે છે.બીજી તરફ, ટામેટાંમાં વિટામિન સી, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે,જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આવી સ્થિતિમાં ખજૂર-ટામેટાની ચટણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.ટામેટા-ખજૂરની ચટણી નાસ્તા સાથે ખાવાનો એક અલગ જ આનંદ છે. તો આવો જાણીએ તેને બનાવવાની રીત
સામગ્રી
1 કપ ખજૂર (સમારેલી)
1 કપ ટામેટાં (ઝીણા સમારેલા)
1/2 કપ આમલીની પેસ્ટ
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી વરિયાળી
1/2 ચમચી સરસવ સ્વાદ મુજબ
1/2 કપ ગોળ
1 ચમચી તેલ
જરૂર મુજબ પાણી
બનાવવાની રીત
મધ્યમ તાપ પર એક તવાને ગરમ કરો.
ત્યારબાદ તેમાં વરિયાળી અને રાઈ ઉમેરી મધ્યમ તાપ પર તળો.
વરિયાળી અને રાઈની સુંગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
હવે શેકેલી વરિયાળી અને રાઈને ઠંડુ કરીને બારીક પીસી લો.
આ પછી વાસણમાં ગોળ,ખજૂર,ટામેટાં,આમલીની પેસ્ટ,લાલ મરચાંનો પાવડર અને પીસેલી વરિયાળી-રાય ઉમેરીને મિક્સ કરો.
ત્યારબાદ પેનમાં તેલ મૂકી ગેસ પર ગરમ કરો.
બધી સામગ્રી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મધ્યમ તાપ પર રાંધી લો.
તેને 5 મિનિટ સુધી પકાવો,જ્યારે ગોળ ઓગળી જાય, ગેસ ધીમો કરો અને ચટણીને 20 થી 25 મિનિટ સુધી પકાવો.
જ્યારે ખજૂર અને ટામેટાં બરાબર રંધાઈ જાય અને ચટણી ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી દો.
ખજૂર-ટામેટાની ચટણી તૈયાર છે.
હવે ચટણીને ઠંડું કર્યા પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખો.