
ટ્વિટરનું નવું શાનદાર ફિચર, હવે કરી શકાશે લાઈવ ટ્વીટ, ઈવેન્ટ દરમિયાન ટ્વીટ કરવું બનશે સરળ
- ટ્વિટરનું નવુ ફિચર
- હવે લાઈવ ટ્વિટ પણ શક્ય બનશ
દિલ્હીઃ- જ્યારથી એલન મસ્કે ટ્વિટર સંભઆળ્યું ઠે ત્યારથી જ ટ્વિટરના ફિચરને લઈને અનેક બાબતો સામે આવી રહી છે.ત્યારે હવે ટ્વિટર પર લાઈવ ટ્વિટ કરવાનું નવું ફિચર વિકસાવવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
હવે એલન મસ્કે લાઇવ ટ્વીટીંગ ફીચર ઉમેરીને પ્લેટફોર્મ પર વધુ એક ફેરફાર કર્યો છે. આ ફીચરની મદદથી તમે કોઈપણ ઈવેન્ટ દરમિયાન સરળતાથી ટ્વીટ કરી શકશો. ટ્વિટરના નવા ફીચરને લાઈવ કરતા પહેલા મસ્કે પોતે તેની માહિતી શેર કરી છે.
ટ્વિટરના નવા લાઈવ ટ્વીટીંગ ફીચરની રજૂઆત બાદ યુઝર્સ ટ્વિટર પર ચાલી રહેલી ઈવેન્ટ દરમિયાન સરળતાથી ટ્વીટ કરી શકશે. તેમજ યુઝર્સ ઈવેન્ટની મધ્યમાં તેમના ટ્વીટ થ્રેડને એડ કરી શકે છે અને વ્યુઝ મેળવી શકે છે.
Here we go!! 🍿🍿 https://t.co/eILK9f3bAm
— Elon Musk (@elonmusk) December 2, 2022
આ ફિચરને લઈને એલન મસ્ક એ ટ્વીટ કર્યું કે લાઇવ ટ્વીટીંગ ફીચર હવે પ્લેટફોર્મ પર એક્ટિવ છે. તેણે પોપકોર્ન ઇમોટિકોન્સ સાથે લખ્યું. હિયર વી ગો……આ સાથે જ નવી સુવિધા લાઇવ થાય તે પહેલાં મસ્કે ટ્વિટ કર્યું કે, ટ્વિટર દ્વારા હન્ટર બિડેન વાર્તાના દમન સાથે ખરેખર શું થયું તે ટ્વિટર પર સાંજે 5 વાગ્યે પ્રકાશિત કરવામાં આવશે! અમે કેટલાક તથ્યોને બે વાર તપાસી રહ્યા છીએ જેથી લગભગ 40 મિનિટમાં લાઇવ ટ્વીટ કરવાનું શરૂ કરી શકાય.