Site icon Revoi.in

ખંભાળિયા-પોરબંદર હાઈવે પર અકસ્માત બાદ ટ્રક નીચે બે બાઈકસવારો દબાતા મોત

Social Share

ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં  ટ્રક નીચે દબાયેલા બાઈકસવારોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને ક્રેઈનની મદદથી ટ્રક ઊંચી કરીને બન્ને બાઈકસવારોના મૃતદેહ બહાર કઢાયા હતા.

ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખંભાળિયા પોરબંદર હાઇવે પર ભાણવડ પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે  ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં હેવી ટ્રક નીચે બાઈક આવી જતા બે લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોના પણ દોડી આવ્યા હતા આ અકસ્માતમાં હેવી ટ્રક નીચે એ રીતે બાઈક દબાઈ હતી ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.