Site icon Revoi.in

જેતલપુરમાં પાણીની ટાંકીની સીડી હાઈટેન્શન વાયરને અડી જતાં કરંટ લાગતા બેના મોત

Social Share

અમદાવીદઃ શહેરના છેવાડે આવેલા જેતલપુર પાસે એક એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર પાણીની ટાંકીમાં લીકેજ થતુ હતુ. તેથી કંપનીના બે કર્મચારીઓ પાણી લિકેજ ક્યાંથી થાય છે તેની તપાસ કરવા માટે ધાબા પર ગયા હતા. અને ટાંકી પર ચડવા માટે લોખંડની સીડી ઉંચકીને મુકવા જતા સીડી  હાઈટેન્શન ઈલેકટ્રીક વાયરને અડી જતા બે કર્મચારીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. આ સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જેતલપુર પાસે એક એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર પાણીની ટાંકીમાં લીકેજ થતુ હતુ. તેથી કંપનીના બે કર્મચારીઓ પાણી લિકેજ ક્યાંથી થાય છે તેની તપાસ કરવા માટે ધાબા પર ગયા હતા. અને ટાંકી પર ચડવા માટે લોખંડની સીડી ઉંચકીને મુકવા જતા સીડી  હાઈટેન્શન ઈલેકટ્રીક વાયરને અડી જતા બન્ને કર્મચારીઓને વીજળીનો કરંટ લાગતા મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ જેતલપુરમાં આવેલી આરાધના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર મુકેલી પાણીની ટાંકીમાં લીકેજ થતુ હતુ. આ અંગે રીપેરીંગની કામગીરી કરવા માટે કંપનીમાં કામ કરતા દસ્ક્રોઈમાં રહેતા કૃત પટેલ( ઉ.વ.24) અને ખેડાના લાલી ગામના હિતેન્દ્રભાઈ પરમાર સહિત ત્રણ વ્યકિતઓ લોખંડની સીડી લઈને ટાંકીનુ લીકેજ ચેક કરવાની કામગીરી કરવા માટે આગળ વધ્યા હતા. આ સમયે સીડી લેતી વખતે બાજુમાંથી પસાર થતા જીઈબીના હાઈટેન્શન વાયરને સીડી અડી જતા તેમાંથી ઈલેકટ્રીક કરંટ પસાર થઈને સીડી પકડીને ઉભા રહેલા કૃત પટેલ અને હિતેન્દ્રભાઈ પરમારના શરીરમાં ઝાટકાભેર પસાર થતા બંને સીડી સાથે નીચે પટકાઈ ગયા હતા આ સમયે ઉભેલા બે વ્યકિતઓએ બૂમાબૂમ કરતા કંપનીના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. જો કે એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તે પહેલા બંનેનુ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.