Site icon Revoi.in

દિલ્હીથી વડોદરાની બે ફ્લાઈટ્સ ખરાબ હવામાનને લીધે રદ કરાતા પ્રવાસીઓ અટવાયા

Social Share

વડોદરા, 31 ડિસેમ્બર 2025: Two flights from Delhi to Vadodara cancelled due to bad weather ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસભર્યા વાતાવરણને લીધે વિમાની સેવાને અસર પહોંચી રહી છે.  દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે વડોદરાથી દિલ્હી જતા પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાયા હતા. આ અંગે પ્રવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.

દિલ્હીથી વડોદરા જતી ફ્લાઇટ્સમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E6694/6695 અને એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI1701/1808  દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી હતી. બંને ફ્લાઇટ્સ દિલ્હીથી ઉડાન ભરી શકી નહીં, જેના કારણે વડોદરા એરપોર્ટ પર પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન્સ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આ બન્ને ફ્લાઇટના પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સાથે દિલ્હી જનારા પ્રવાસીઓ વડોદરા કે અમદાવાદથી દિલ્હી જતી અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવશે.

ઉત્તર ભારતમાં ચાલી રહેલા ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીથી આવનારી ઈન્ડિગોની ફ્લાઇટના 64 અને વડોદરાથી દિલ્હી જનારા 77  પ્રવાસીઓ હતા. જ્યારે એર ઈન્ડિયા તરફથી કોઈ યાદી આપવામાં આવી નથી.

Exit mobile version