Site icon Revoi.in

દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાના કાવતરામાં ISIS ના બે આતંકીઓને 8 વર્ષની સજા

Social Share

બેંગ્લોરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની એર્નાકુલમ વિશેષ અદાલતે આઈસીસકેરળ-તમિલનાડુ કેસમાં બે આરોપીઓને દોષિત જાહેર કરીને 8 વર્ષની સજા ફટકારી છે. અદાલતે આરોપી મુહંમદ અઝરુદ્દીન એચ અને શેખ હિદાયતુલ્લાહ વાયને આઈપીસી તથા યુએપીએ અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા હતા.

માહિતી મુજબ, બંને આરોપીઓને યુએપીએ અધિનિયમની કલમ 120બી  હેઠળ 8 વર્ષની સજા તથા કલમ 38 અને 39 હેઠળ અલગ-અલગ 8 વર્ષની કઠોર સજા ફટકારાઈ છે. જોકે તમામ સજાઓ સાથે સાથે ભોગવવાની રહેશે. આ કેસ મુહંમદ અઝરુદ્દીન અને તેના સાથીદારો દ્વારા પ્રતિબંધિત સંગઠન આઈસીસની હિંસક વિચારોના પ્રચાર સાથે સંકળાયેલો હતો. તેમની યોજના દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળ અને તમિલનાડુમાં નરમદિલ યુવાઓને ભળાવીને આતંકી હુમલા કરવાનો હતો. એનઆઈએએ 2019માં આ કેસ દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ 2022ના કોયમ્બતુર કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં પણ આરોપી છે. તે સમયે જમિશા મુબીને એક પ્રાચીન મંદિરમાં વાહનજન્ય વિસ્ફોટ કર્યો હતો, જેમાં તે આત્મઘાતી હુમલામાં મોતને ભેટ્યો હતો. અઝરુદ્દીને જેલમાંથી પણ તેના સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્યું હતું. હાલમાં આ કેસમાં અન્ય આરોપીઓ સામે તપાસ ચાલુ છે.

Exit mobile version