Site icon Revoi.in

મહેસાણા હાઈવે પર મંડાલી ગામે ક્રેન વીજ વાયરોને સ્પર્શતા જ કરંટ લાગ્યો, બેના મોત, 6ને ઈજા

Social Share

મહેસાણાઃ અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીર આવેલી એક કંપનીના કમ્પાઉન્ડમાં ક્રેનનું બુમ કમ્પાઉન્ડ બહાર પસાર થતી 11000 વેલ્ટની વીજલાઈનને અડી જતા વીજ કરન્ટથી બે કામદારના મોત નિપજ્યા હતા. જ્યારે 6 કામદારોને ઈજા થઈ હતી.  આ બનાવમાં ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા આઠ જેટલા કામદારને વીજકરંટ લાગ્યો હતો, જેના CCTV સામે આવ્યા છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  મહેસાણા – અમદાવાદ હાઈવે પર આવેલી મંડાલી નજીક રોડ મશીનરીનું ઉત્પાદન કરતી કંપનીમાં ગત રવિવારે બપોરે 4 વાગ્યાના અરસામાં કામદારો કંપનીમાં પડેલી ક્રેનને ચાલુ કરી રહ્યા હતા. ત્યારે ક્રેન એકાએક આગળ સરકવા લાગતા અને ક્રેનની આગળ ઊંચાઈમાં રહેલું બૂમ કંપનીમાં રહેલા વીજલાઇન સાથે અથડાતાં વીજલાઈનનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો. દરમિયાન 1100 વોલ્ટના વીજવાયરને સ્પર્શેલી ક્રેનને કામદારો ભેગા થઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન તેમને વીજકરંટ લાગ્યો હતો અને આઠ જેટલા કામદારો ત્યાં જ ઢળી પડ્યા હતા. એ બાદ ક્રેનને મહામહેનતે વીજકરંટથી દૂર કરવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘટનાના ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમાંથી ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે બાકીના 6 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સિક્યોરિટી ગાર્ડ અમિત અને પિતા બાજુમાં રહેલી બીજી કંપનીમાં પણ સિક્યોરિટી તરીકે નોકરી કરતા હતા. આમ, પિતા અને પુત્ર કમાવા માટે મધ્યપ્રદેશથી અહીં આવ્યા હતા. આ બનાવથી કંપનીના શ્રમિકોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

 

Exit mobile version