26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં યુરોપના બે ટોચના નેતા મુખ્ય મહેમાન હશેઃ જાણો વિગતો
નવી દિલ્હી, 18 ડિસેમ્બર, 2025: chief guests at the Republic Day Parade on January 26 2026ની 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડના મુખ્ય મહેમાનોનાં નામ જાહેર થયાં છે. પ્રારંભિક મીડિયા અહેવાલ અનુસાર યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સલા વોન ડેર લીન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા આ પરેડના મુખ્ય મહેમાન હશે.
ટાઈમ્સ નાઉ ચેનલના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પરેડમાં મુખ્ય મહેમાનો તરીકે યુરોપના આ બંને ટોચના નેતા સામેલ થશે.
જોકે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
અહેવાલ અનુસાર જાન્યુઆરી-2026માં યોજાઈ રહેલી ભારત-ઈયુ શિખર બેઠક દરમિયાન યુરોપના આ બંને ટોચના નેતા નવી દિલ્હીમાં હશે અને એ અનુસંધાને બંને પ્રજાસત્તાક પરેડના મુખ્ય મહેમાન હશે એવી શક્યતા છે.
ભારત અને યુરોપિયન યુનિયનની શિખર બેઠક 27 જાન્યુઆરીએ યોજાવાની શક્યતા છે. આ શિખર બેઠકમાં ભારત-ઈયુ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર સમજૂતી) થવાની પણ સંભાવના છે.


