1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયાને બે વર્ષ પૂર્ણઃ જાણો કેટલા થયા ફેરફાર
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયાને બે વર્ષ પૂર્ણઃ જાણો કેટલા થયા ફેરફાર

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયાને બે વર્ષ પૂર્ણઃ જાણો કેટલા થયા ફેરફાર

0
Social Share

દિલ્હીઃ આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કર્યાંને આજે બે વર્ષ પૂર્ણ થયાં છે. આજના દિવસે જ એટલે કે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યો હતો. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજનની જાહેરાત કરી હતી. આજે આ ઐતિહાસિક નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં ઘણા નવા ફેરફાર થયાં છે. એટલું જ નહીં કેન્દ્ર શાસિત રાજ્યમાં પરિસ્થિતિમાં પણ સુધારો આવ્યો છે.

બે વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં શું થયા ફેરફાર આવો જાણીએ..

  • સ્થાનિક નિવાસીનો દરજ્જોઃ જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક નિવાસી બનવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી અન્ય રાજ્યના પુરુષો પણ અહીંના નિવાસી બની શકે છે. તેમની જમ્મ-કાશ્મીરની યુવતી સાથે લગ્ન પણ થઈ શકશે.
  • જમીનની ખરીદી બની શક્યઃ કેન્દ્ર સરકારે ધાટી બહારના લોકોને કાશ્મીરમાં ગેરકૃષિ યોગ્ય જમીન ખરીવાની અનુમતી આપી છે. પહેલા માત્ર જમ્મુ-કાશ્મીરના લોકો જ ખરીદી શકતા હતા.
  • સરકારી ઈમારતો ઉપર તિરંગોઃ 2019માં આર્ટિક 370 દૂર થયાના 20 દિવસ બાદ શ્રીનગર સચિવાલયમાં જમ્મુ-કાશ્મીરના ધ્વજને હટાવીને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. તમામ સરકારી ઓફિસ અને સંવૈધાનિક સંસ્થાનો ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
  • પથ્થરબાજોને પાસપોર્ટ નહીઃ તાજેતરમાં જ સરકારે આદેશ કર્યો છે કે, પથ્થરબાજી કે બીજી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં જોડાયેલા લોકોને પાર્સપોર્ટ આપવામાં નહીં આવે. એટલું જ નહીં સરકારી ભરતીમાં પણ તેમને સુરક્ષા એજન્સીઓ મંજૂરી નહીં આપે.
  • સત્તાનું વિકેન્દ્રીકરણઃ જમ્મુ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લેવાયા બાદ કેન્દ્ર સરકારે અહીં સત્તાનું વિકેન્દ્રીકરણનો પ્રયાસ કર્યો છે. જે હેઠળ અહીં પહેલા પંચાયત અને પછી બીડીસી ચુંટણી યોજવામાં આવી હતી.
  • ગ્રુપકાર ગઢબંધનનો ઉદયઃ જમ્મુ-કાશ્મીરમાં જે દળ એક-બીજાનો વિરોધની રાજનીતિ કરે છે તે હવે ગ્રુપકાર ગઢબંધન હેઠળ એકસાથે છે. જેમાં પીડીપી અને નેશનલ કોન્ફેરન્સ જેવી પાર્ટીનો સમાવેશ થાય છે. જેમને મળીને ચૂંટણી લડી હતી.
  • શેખ અબ્દુલ્લાનો જન્મદિવસ નથી ઉજવાતોઃ દર વર્ષે 5મી ડિસેમ્બરે શેખ અબ્દુલ્લાના જન્મદિવસનો સાર્વજનિક રીતે ઉજવામાં આવતો હતો. જો કે, 2019માં આ પ્રથા બંધ કરવામાં આવી છે. એટલું જ નહીં તેમના નામવાળી કેટલીક સરકારી ઈમારતોના નામ પણ બદલી નાખવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા વિસ્તારના સીમાંકન થવાની રાહ જોવામાં આવી રહી છે. ઘાટીની સાત બેઠકો જમ્મુમાં જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જેથી સ્થાનિક રાજનીતિ ઉપર વ્યાપક અસર પડશે. જો કે, આ અંગે તંત્ર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

(Photo- Social media)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code