Site icon Revoi.in

UAE એ નવ દેશોના નાગરિકો પર પ્રવાસી અને વર્ક વિઝા પર પ્રતિબંધ મૂક્યો, ભારતીયો સુરક્ષિત

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)એ આફ્રિકા અને એશિયાના નવ દેશોના નાગરિકો માટે પ્રવાસી તથા વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પ્રતિબંધ 2026 સુધી લાગુ રહેશે. જોકે જેમના પાસે પહેલેથી માન્ય વિઝા છે, તેઓ પર તેનો કોઈ અસર નહીં થાય. પ્રતિબંધિત દેશોમાં અફઘાનિસ્તાન, લિબિયા, યમન, સોમાલિયા, લેબનોન, કેમરૂન અને સુદાનનો સમાવેશ થાય છે. આ નીતિ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

યુએઈ તરફથી આ પગલાં અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર આરોગ્ય અને ઇમિગ્રેશન કંટ્રોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અગાઉ પણ દસ્તાવેજી છેતરપિંડી, ગેરકાયદે રહેઠાણ અને ખોટા દસ્તાવેજોના કેસને કારણે યુએઈએ આવા પગલાં લીધા હતા.

ભારતીય નાગરિકો પર આ પ્રતિબંધનો કોઈ અસર નથી. જો કોઈ ભારતીય પાસે યુએસએ, યુકે અથવા ઈયુ દેશોના માન્ય પાસપોર્ટ અથવા રેસિડેન્સી પરમિટ છે તો તેમને યુએઈમાં વિઝા-ઓન-અરાઈવલની સુવિધા મળશે. ગ્રીન કાર્ડ, ઈયુ અને યુકે રેસિડેન્સી કાર્ડ ધરાવતા ભારતીયો 14 દિવસ સુધી યુએઈની મુલાકાત લઈ શકે છે. હાલના સમયે ભારતીય નાગરિકો માટે યુએઈ પ્રવાસ સંપૂર્ણપણે સુરક્ષિત છે.