1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4.  હાઈટેક સિસ્ટમ હેઠળ માર્ગ અકસ્માતમાં એમ્બ્યૂલન્સને સૌથી પહેલા થશે જાણ- એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને પોલીસ કંટ્રોલ રૂમ્સને એક સાથે જોડાશે
 હાઈટેક સિસ્ટમ હેઠળ માર્ગ અકસ્માતમાં એમ્બ્યૂલન્સને સૌથી પહેલા થશે જાણ- એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને પોલીસ કંટ્રોલ રૂમ્સને એક સાથે જોડાશે

 હાઈટેક સિસ્ટમ હેઠળ માર્ગ અકસ્માતમાં એમ્બ્યૂલન્સને સૌથી પહેલા થશે જાણ- એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને પોલીસ કંટ્રોલ રૂમ્સને એક સાથે જોડાશે

0
Social Share
  • દેશમાં હાઈટેક સિસ્ટમ પર થઈ રહ્યું છે કામ
  • એક્સિડન્ટ થાતા પહેલી જાણ થશે એમ્બ્યૂલન્સને

દિલ્હી – દેશ સમગ્ર બાબતે આગળ વધી રહ્યો છે,તાજેતરમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આ માટે એક મહત્વપૂર્ણ યોજના પર કામ કરી રહ્યું છે.  ત્યારે દેશમાં હવે એક તકનીક આવી રહી છે઼ જે હેઠળ હવેે માર્ગ અકસ્માત સમયે પોલીસ અને એમ્બ્યુલન્સને પહેલા જ જાણ થઈ જશે. આ તકનીક વિકસાવવા પાછળનો હેતુ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર આપવાનો છે.

આ વ્યવસ્થામાં એમ્બ્યુલન્સને જીપીએસ સુવિધાથી સજ્જ કરવામાં આવશે. મંત્રાલય હાલમાં માર્ગ અકસ્માતો અટકાવવા નવી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. આ માટે મંત્રાલય દેશભરની એનઆઈટી અને આઈઆઈટી જેવી એન્જિનિયરિંગ સંસ્થાઓ સાથે મળીને દેશમાં થતા અકસ્માતોને રોકવાની યોજના બનાવી રહ્યું છે.

મંત્રાલયના સચિવ ગિરિધર અરમને  આ સમગ્ર બાબતને લઈને કહ્યું કે, માર્ગ સલામતી માટેના ઇમરજન્સી રિસ્પોન્સ મિકેનિઝમ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાના ભાગ રૂપે, એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને પોલીસ કંટ્રોલ રૂમ્સને એક સાથે જોડવામાં આવવનાર છે, જેથી માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે. આ સિસ્ટમથી રાહત કાર્યમાં પણ મદદ મળી રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત થતાંની સાથે જ રીઅલ ટાઇમ માહિતી પ્રાપ્ત થઈ જશે. આ સિવાય માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સારવાર માટેની યોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ મામલે આરોગ્ય મંત્રાલય સાથે વાટાઘાટો ચાલી રહી છે. મંત્રાલય માર્ગ અકસ્માતો ઘટાડવા માટે આ દિવસોમાં વર્લ્ડ બેંકની મદદથી એકીકૃત માર્ગ અકસ્માત પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યું છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code