1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, કાલે વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, કાલે વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, કાલે વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. જોકે યુપી ચૂંટણી બાદ ગુજરાતના બંન્ને નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના સીએમની આજે સાંજે શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડીરાત સુધી અમિત શાહ અમદાવાદ આવી જશે. ત્યારબાદ આવતીકાલથી અનેક વિકાસ કામોનું લોકપર્ણ કરશે. સાથે જ જાહેર સભાને સંબોધન પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવતી કાલે શનિવારે અમદાવાદથી કલોલ સુધીના વિકાસકામોનું લોકાર્પણ કરશે. જેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. 26 માર્ચે સવારે 09:30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાશે. સાથે જ ગરીબ – જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે 10:30 કલાકે વિવિધ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કાલે શનિવારે 11:45 કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેરસભાને સંબોધશે.તેમજ કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ અમિત શાહની વિશેષ ઉપસ્થિતમાં સાંજે 05:00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કાલે શનિવારે સાંજે 05:00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેરસભા સ્વરૂપે યોજાશે. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતી યુક્ત બને તે દિશામાં અમિત શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહના પોતાની લોકસભાના વધુ પ્રવાસ યોજવા જઇ રહ્યા છે. ગાંધીનગર લોકસભામાં કલોલ  વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગાંધીનગર લોકસભામાં આવતી માણસા, ક્લોલ તેમજ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જનતાને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના MLA પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે 2022 ની ચૂંટણી પહેલા આ વિસ્તારો ને ભાજપ તરફી કરવાનો પણ એક પ્રયાસ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code