1. Home
  2. ગુજરાતી
  3. નવી સંસદમાં કેન્દ્રીય મંત્રીઓનો પોતાના કાર્યાલય ફાળવવામાં આવ્યા – 19 સપ્ટેમ્બરથી શિફ્ટ થશે
નવી સંસદમાં કેન્દ્રીય મંત્રીઓનો પોતાના કાર્યાલય ફાળવવામાં આવ્યા – 19 સપ્ટેમ્બરથી શિફ્ટ થશે

નવી સંસદમાં કેન્દ્રીય મંત્રીઓનો પોતાના કાર્યાલય ફાળવવામાં આવ્યા – 19 સપ્ટેમ્બરથી શિફ્ટ થશે

0

દિલ્હીઃ સંસદનું નવુ બિલ્ડિંગ છેલ્લા કેટલાય દિલસોથી ચર્ચાનો વિષય છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રીઓને આ નવા સંસંદમાં પોતાની ઓફીસ ફાળવવામાં આવી ચૂકી છે આ સાથએ જ આવનારી 19 તારીખથી દરેક મંત્રીઓ પોતાનું કામકાજ નવા ઓફીસથી કરતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે 18 ચારીખથછી કેન્દ્રએ સંસદનું સત્ર બોલાવ્યું છે. જે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. વિશેષ સત્ર જૂના સંસદ ભવનમાં શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે.

આ સાથે જ હવે માહિતી મળી રહી છે કે સંસદના વિશેષ સત્ર દરમિયાન તમામ કેન્દ્રીય મંત્રીઓની ઓફિસ પણ નવી સંસદમાં શિફ્ટ કરવામાં આવશે. તમામ કેન્દ્રીય મંત્રીઓને ઓફિસો પણ ફાળવવામાં આવી ચૂકી છે.

જો નવા સંસંદ બિલ્ડિંગના પ્રથમ માળની વાત કરીએ તો અહીંયા પહેલા માળે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, સર્બાનંદ સોનોવાલ, વીરેન્દ્ર કુમાર, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ કુમાર પારસ, ગજેન્દ્ર સિંહ શેખાવત કિરેન રિજુજુ, આરકે સિંહ વગેરેની ઓફિસ આપવામાં આવી છે.

આ સહીત જૂના સંસદભવનમાં પણ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ આપવામાં આવી હતી. વિશેષ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં 75 વર્ષની સંસદની સફર પર ચર્ચા થશે. 

 પ્રાપ્ત માહિતી અનુસાર 11 વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, વિદેશ મંત્રી એસ જયશંકર, આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, શિક્ષણ મંત્રી. ધર્મેન્દ્ર પ્રધાન અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.