1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશમાં વરસાદે તોડ્યો રેકોર્ડ, હવામાન વિભાગે અનેક શહેરોમાં એલર્ટ જારી કર્યું
મધ્યપ્રદેશમાં વરસાદે તોડ્યો રેકોર્ડ, હવામાન વિભાગે અનેક શહેરોમાં એલર્ટ જારી કર્યું

મધ્યપ્રદેશમાં વરસાદે તોડ્યો રેકોર્ડ, હવામાન વિભાગે અનેક શહેરોમાં એલર્ટ જારી કર્યું

0

ભોપાલઃ- દેશભરમાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વરસી રહ્યો છે દેશના ઘણા ભાગોમાં વરલાદનું જોર જોવા મળી રહ્યું છે લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે ત્યારે મધ્યપ્રદેશમાં છએલ્લા 15 દિવસથી પડી રહેલો વરસાદ રેકોર્ડ તોડી રહ્યો છે અહીં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે.

આ સહીત હવામાન વિભાગે દેશના ઘણા રાજયોમાંવરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જમાવ્યા પ્રમાણે ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે તોબીજી તરફ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ, મેઘાલય, આસામ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં હળવા વરસાદની શક્યતાઓ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ચોમાસાની સિઝન ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. ત્યાં સુધીમાં ચોમાસાના વરસાદે અડધાથી વધુ પ્રદેશને આવરી લીઘુ છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 15 દિવસમાં સપ્ટેમ્બર મહિનામાં એક મહિનો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સામાન્ય રીતે આ મહિને 6 ઈંચ વરસાદ પડે છે. આ વખતે 15 સપ્ટેમ્બર સુધી 5.6 ઈંચ વરસાદ પડ્યો છે. જે રીતે વરસાદે જોર પકડ્યું છે. જેના કારણે દેશમાં વરસાદની ઉણપમાં એક ટકાનો ઘટાડો થયો છે.

ઓગસ્ટમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 10.13 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં તે ઘટીને 9.13 ટકા થયો હતો. ઓગસ્ટમાં છેલ્લા 122 વર્ષનો દુષ્કાળનો રેકોર્ડ તૂટી ગયો હતો. આ વખતે ઓગસ્ટ મહિનામાં સમગ્ર દેશમાં વરસાદમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વર્ષ 1901 પછી ઓગસ્ટમાં આ સૌથી ઓછો વરસાદ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.