
પંજાબ સરકારનો અનોખો નિર્ણય – 2જી મેથી 15 જુલાઈ સુધી દરેક સરકારી કાર્યાલયોનો સમય સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી રખાશે
- પંજાબ સરકારનો અનોખો નિર્ણય
- 2જી મેથી 15 જુલાઈ સુધી દરેક સરકારી કાર્યાલયોનો સમય બદલાશે
- સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી રખાશે
ચંદિગઢ – પંજાબરની સરકાર દેશભરમાં સતત ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત પંજાબ સરકારે એવો નિર્ણય લીધો છે કે જે કદાચ જ કોઈએ અત્યાસ સુધીના ઈતિહાસમાં લીધો હોય જી હા પંજાબ સરાકારે ઉનાળઆ દરમિયાન સમગ્ર સરકારી કાર્યલયોનો સમય બદલવાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે પંજાબમાં તમામ સરકારી ઓફિસો સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી ખુલશે. મુખ્યમંત્રી ભગવંત માને આ માહિતી આપી હતી કે આ બદલાયેલો સમય 2જી મેથી 15 જુલાઈ સુધી અમલમાં રહેશે આ સાથે જ મુખ્યમંત્રી માન એ એમ પણ કહ્યું છે કે વિદેશોમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે છે, પરંતુ ભારતમાં પહેલીવાર પંજાબમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે કદાચ દેશમાં આ પ્રકારની સિસ્ટમ પ્રથમ વખત જ લાગૂ થવા જઈ રહી છે.
આ બાબતને લઈને મુખ્યમંત્રી ભગવંત માનના જણાવ્યા પ્રમાણે, આ લીધેલા નિર્ણયથી એક તરફ વીજળીની પીક ડિમાન્ડમાં ઘટાડો થશે, તો બીજી તરફ જ્યારે સખ્ત ગરમીનો પ્રકોપ હશે ઉનાળામાં લોકો ત્રાહિત્રામ પોકારતા હશે ત્યારે કર્મચારીઓ અને સામાન્ય લોકો તેમના ઘરે રહી શકશે. આ પગલાથી વીજળીની પીક ડિમાન્ડ ઘટશે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આ નિર્ણયથી પીક ડિમાન્ડમાં 300 થી 350 મેગાવોટનો ઘટાડો થવાની સંભાવના સેવાઈ રહી છે. વિદ્ધુત બોર્ડના જણાવ્યા મુજબ બપોરે 1:30 થી સાંજના 5 વાગ્યા સુધી પીક લોડ રહે છે. મુખ્યમંત્રી ભગવંત માને આપેલી માહિતી પ્રમાણે સામાન્ય લોકો અને કર્મચારીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે હવે પંજાબ સરકારનો આ નિર્ણય વિજળીની ડિમાન્ડમાં કેટલો ઘટા઼ડો લાવી શકે છે તે તો આવનાર સમય જ બતાવશે.