Site icon Revoi.in

કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ

Social Share

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026Unseasonal rains રાજ્યના હવામાન વિભાગે આજે ગુરૂવારથી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે કચ્છ અને જામનગર જિલ્લાના કરા સાથે કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે કરા પડ્યા હતા તેમજ મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડતા વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ગુરૂવારથી શનિવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.  લાલપુર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે  અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું.  ભાટિયામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  તેમજ ભુજ તાલુકાના ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગાજવીજ, આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Exit mobile version