1. Home
  2. ગુજરાતી
  3. યુપીઃ- પ્રવાસીઓમાં પણ ઓમિક્રોનનો ભય – નવાવર્ષમાં 200 જેટલી બસના ઓર્ડર કેન્સલ થતા ટૂરિસ્ટ ઓપરેટરો ચિંતિત
યુપીઃ- પ્રવાસીઓમાં પણ ઓમિક્રોનનો ભય – નવાવર્ષમાં 200 જેટલી બસના ઓર્ડર કેન્સલ થતા ટૂરિસ્ટ ઓપરેટરો  ચિંતિત

યુપીઃ- પ્રવાસીઓમાં પણ ઓમિક્રોનનો ભય – નવાવર્ષમાં 200 જેટલી બસના ઓર્ડર કેન્સલ થતા ટૂરિસ્ટ ઓપરેટરો ચિંતિત

0
Social Share
  • ઉત્તરપ્રદેશમાં પ્રવાસીઓ બૂકિંગ કરાવી રહ્યા છે કેન્સલ
  • ઓનિક્રોનનો ભય હવે પ્રવાસીઓમાં પણ

લખનૌઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટના કારણે લોકોમાં ભયનો માગોલ દેખાઈ રહ્યો છે, આ મામલે જો યુપીની વાત કરવામાં આવે તો પરિવહનના ઘંઘા સાથે સંકળાયેલા લોકો પર તેની માઠી અસર પડતી જોઈ શકાય છે કારણ કે કાનપુરમાં ઓમિક્રોને ભલે દસ્તક આપી ન હોય, પરંતુ નવા વર્ષમાં તેનો ડર પ્રવાસીઓ પર પડતો જોવા મળી રહ્યો છે.

હાલની સ્થિતિ ઓમિક્રોનને લઈને કંઈક એવી છે કે કાનપુર કે યુપીના ધાર્મિક-પૌરાણિક સ્થળોની આસપાસ ફરતા પ્રવાસીઓએ બસ બુકિંગના ઓર્ડર કેન્સલ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ટૂરિસ્ટ ઓપરેટરોએ ટ્રાન્સપોર્ટ વિભાગમાં લીધેલી 200 ટેમ્પરરી પરમિટ રદ કરવા અરજી કરી છે.

આ સાથે જ ટુરીસ્ટ ઓપરેટરો પણ પ્રવાસીઓમાં ડરથી ચિંતિત છે. એઆરટીઓ પ્રશાસનve જણાવ્યા પ્રમાણે, હંગામી ઘોરણે પરમિટ રદ કરવા માટે અરજીઓ આવી રહી છે. નિયમ મુજબ જે પણ થશે તે કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષ પર, નૈનીતાલ, ખજુરાહો, ચિત્રકૂટ, બિથૂર, અયોધ્યા, વારાણસી, કમ્પિલ, દતિયા, લખનૌ સહિત એક ડઝન સ્થળો માટે યોગ્ય રીતે બુકિંગ કરવામાં આવે છે.

ટુરિસ્ટ બસ ઓપરેટરના જણાવ્યામુજબ, દર વર્ષે એકલા શહેરમાંથી 400-500 બસો એકથી ત્રણ દિવસ માટે આ નાની જગ્યાઓ પર જતી હતી. આ વખતે પણ બુકિંગ સારું થયું પરંતુ ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી કેન્સલ થવાનું શરૂ થયું. જેના કારણે ધંધાને ફટકો પડ્યો છે.

નવા વર્ષ પર કોઈ સહાયકો ન હતા, આ બુકિંગથી ઓપરેટરને થોડી રાહત મળી હોત, કારણ કે પ્રવાસી ઓપરેટરો પર ઘણા બિન-ઓપરેશનલ ખર્ચ છે. બસોનું બુકિંગ કેન્સલ કરાવનાર લોકો સંચાલકો પાસેથી એડવાન્સ ડિપોઝીટના પૈસા પરત માંગે છે તો સંચાલકો લાચાર હોવાનું કહી રહ્યા છે. તેઓ દલીલ કરે છે કે તેઓ કાં તો ટેમ્પરરી પરમિટના નામે એડવાન્સ નાણાં ખર્ચે છે અથવા તો તે બળતણ અને અન્ય કામો પાછળ ખર્ચવામાં આવે છે. જેના કારણે એડવાન્સ રકમ રિફંડ કરવામાં સમસ્યા થાય છે પરિણામે ગ્રાહકો પર ચિંતિંત અને ઓપરેટરો પણ. છેવટે ઓરપેટરોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code