યુપી સરકારે સોશિયલ મીડિયાને લઈને નવી નીતિ લાગુ કરી, પોલીસકર્મીઓ ઓન ડ્યુટી નહીં વાપરી શકે સોશિયલ મીડિયા
- ઉત્તરપ્રદેશની નવી પોલિસી
- પોલીસ કર્મીઓ ઓન ડ્યૂટી સો.મીડિયા યૂઝ નહી કરી શકે
લખનૌઃ- દેશભરના રાજ્યો પોતાના રાજ્યની હિત માટે અનેક નવી નિતી અપનાવી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશની સરકારે હવે સોશિયલ મીડિયાને લઈને નવી નિતી જાહેર કરી છે.ઉત્તરપ્રદેશની સરાકાર સોશિયલ મીડિયાને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે.આ સાથે જ સત્તાવાર અને ખાનગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં, જે મહિલાઓ અને અનુસૂચિત જાતિ, જનજાતિના સન્માનને ઠેસ પહોંચાડે અથવા તેમના સન્માનની વિરુદ્ધ હોય તો કાર્યવાહી પણ કરાશે.
જાણકારી અનુસાર ઉત્તરપ્રદેશની નવી નીતિ હેઠળ ઉત્તર પ્રદેશ પોલીસ જ્યારે પણ ફરજ પર હોય ત્યારે પોલીસકર્મીઓ દ્વારા રીલ બનાવવા, તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા અને સત્તાવાર દસ્તાવેજોના ફોટા શેર કરવા વગેરે પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક ટિપ્પણી કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વિતેલા દિવસને બુધવારના રોજ પોલીસ હેડક્વાર્ટર દ્વારા શેર કરાયેલ વિગત અનુસાર, પોલીસ મહાનિર્દેશક ડીએસ ચૌહાણ દ્વારા ભલામણ કરાયેલ સોશિયલ મીડિયા નીતિને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
આ નીતિ અનુસાર, યુનિફોર્મમાં તમામ પોલીસકર્મીઓને તેમના અંગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો બનાવવા અથવા લાઈવ પ્રસારણ કરવા પર પ્રતિબંધ છે. આ સાથે પોલીસની ઈમેજને કલંકિત કરતા કોઈપણ પ્રકારના વીડિયો કે રીલ વગેરેને ફરજ બાદ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, ઓફિસ વગેરેના ઈન્સ્પેક્શનનું લાઈવ ટેલિકાસ્ટ અને પોલીસ કવાયત, ફાયરિંગ અને કાર્યવાહીને લગતા વીડિયો અપલોડ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓને કોઈપણ કોચિંગ, લેક્ચર, લાઈવ બ્રોડકાસ્ટ, વેબિનાર વગેરેમાં હાજરી આપતા પહેલા તેમના ઉપરી અધિકારીઓની પરવાનગી લેવા માટે કહેવામાં આવ્યું