વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે વિશેષ વેપાર કરાર પર હસ્તાક્ષર કરીને જાપાની વાહનો અને અન્ય ચીજવસ્તુઓ પર લગાવવામાં આવેલા ટેરિફમાં મોટો ઘટાડો કર્યો છે.
નવા આદેશ અનુસાર, જાપાનમાંથી આયાત થતાં વાહનો પરનો ટેરિફ 27.5 ટકા થી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. આ જ દર અન્ય ઘણા ઉત્પાદનો પર પણ લાગુ કરવામાં આવશે.
જાપાનના દૂત અકાઝાવાની અમેરિકા મુલાકાત બાદ આ મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ, નવી 15 ટકાની મર્યાદા 7 ઓગસ્ટથી શિપમેન્ટ પર પાછલી અસરથી લાગુ થશે.
આ નિર્ણયથી અમેરિકા-જાપાન વેપાર સંબંધો વધુ મજબૂત બનશે તેમજ જાપાની વાહન ઉદ્યોગને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.