સ્પેનિશ ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝએ યુએસ ઓપન 2025નો પુરુષ સિંગલ્સ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં તેણે ઇટાલિયન ખેલાડી યાનિક સિનરને 6-2, 3-6, 6-1 અને 6-4થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે અલ્કારાઝે આ વર્ષે પોતાનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. આ પહેલા તેણે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો.
મહિલા સિંગલ્સની વાત કરીએ તો, વિશ્વની નંબર વન ખેલાડી અરીના સબાલેંકાએ યુએસ ઓપનનું ટાઇટલ સતત બીજી વખત જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે ફાઇનલમાં અમાન્ડા અનિ-સિવાને 6-3, 7-6થી હરાવી હતી. આ જીત સાથે સબાલેંકા, દિગ્ગજ સેરેના વિલિયમ્સ પછી યુએસ ઓપનનું ટાઇટલ જાળવી રાખનારી પ્રથમ મહિલા ખેલાડી બની છે.

