Site icon Revoi.in

ભારત ટેરિફ ઘટાડવા તૈયાર હોવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ભારત અમારી પાસેથી ખૂબ ઊંચા ટેરિફ વસૂલ કરે છે. તેથી અમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી, પરંતુ તેઓ સંમત થયા છે. તેઓ હવે તેમના ટેરિફ ઘટાડવા માંગે છે. કારણ કે કોઈ તેમના કાર્યોનો પર્દાફાશ કરી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વિશે વાત કરતી વખતે ઘણી વખત ભારતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે 2 એપ્રિલથી અમેરિકન માલ પર ટેરિફ લાદનારા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે. તેમણે કહ્યું, “સૌથી મોટી વાત 2 એપ્રિલે થશે જ્યારે પારસ્પરિક ટેરિફ લાગુ કરવામાં આવશે, પછી ભલે તે ભારત હોય કે ચીન કે અન્ય કોઈ દેશ. ભારત એક એવો દેશ છે જે ખૂબ ઊંચા ટેરિફ લાદે છે.”