1. Home
  2. ગુજરાતી
  3. રથ પર સવાર થઈને દુલ્હને મહારાની સ્ટાઈલમાં મારી એન્ટ્રી,સ્ટાઈલ જોઈને યૂઝર્સ દંગ રહી ગયા
રથ પર સવાર થઈને દુલ્હને મહારાની સ્ટાઈલમાં મારી એન્ટ્રી,સ્ટાઈલ જોઈને યૂઝર્સ દંગ રહી ગયા

રથ પર સવાર થઈને દુલ્હને મહારાની સ્ટાઈલમાં મારી એન્ટ્રી,સ્ટાઈલ જોઈને યૂઝર્સ દંગ રહી ગયા

0
Social Share
  • દુલ્હને મહારાની સ્ટાઈલમાં મારી એન્ટ્રી
  • રથ પર સવાર થઈને આવી દુલ્હન
  • સ્ટાઈલ જોઈને યૂઝર્સ દંગ રહી ગયા

લગ્નને લઈને દરેક કપલના ઘણા સપના હોય છે.એવામાં તે પોતાના ડ્રેસ, જ્વેલરીથી લઈને વેન્યુ ડેકોરેશન પર ખાસ ધ્યાન આપે છે.બીજી તરફ, જો વાત દુલ્હનની એન્ટ્રીની કરીએ, તો તે ખૂબ જ શાનદાર હોવી જોઈએ.દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કંઈક અલગ કરવામાં વ્યસ્ત હોય છે.ક્યાંક દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે તો ક્યાંક વરરાજા પોતાની અદભૂત સ્ટાઈલથી સૌના દિલ મોહી રહ્યાં છે.લગ્ન સાથે જોડાયેલા ઘણા અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે.

ઘણીવાર પહેલાની વહુઓ શરમાતા વરરાજા પાસે ધુંધટ પહેરીને આવે છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, દુલ્હન હવે શરમાતા પ્રવેશતી નથી પણ નાચતા-ગાતા એન્ટ્રી કરે છે.છેલ્લા દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે.જેમાં એક દુલ્હને રથ પર સવાર થઈને દુલ્હા પાસે જઈ રહી છે.દુલ્હનનો આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,દુલ્હન સુંદર ડ્રેસ પહેરી અને ઢોલ-નગારા અને ‘લવ આજ કલ’ ફિલ્મનું ગીત ‘લા લા લા લા હો ગઈ રે’ પર બેઠા-બેઠા જ આનંદ માણી રહી છે.સાથે જ તેના પરિવારના સભ્યો પણ તેની પાસે ડાન્સ કરી રહ્યા છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘વેડિંગ્સ ફીવર’ નામના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.એક યુઝરે કહ્યું કે,તેણે પહેલીવાર દુલ્હનની આવી એન્ટ્રી જોઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code