1. Home
  2. ગુજરાતી
  3. કંગના રનૌતના શો ‘લોક અપ’માં જોવા મળશે ‘બિગ બોસ’ના કંટેસ્ટેન્ટ અને અભિનેતા કરણ કુન્દ્રા
કંગના રનૌતના શો ‘લોક અપ’માં જોવા મળશે ‘બિગ બોસ’ના કંટેસ્ટેન્ટ અને અભિનેતા કરણ કુન્દ્રા

કંગના રનૌતના શો ‘લોક અપ’માં જોવા મળશે ‘બિગ બોસ’ના કંટેસ્ટેન્ટ અને અભિનેતા કરણ કુન્દ્રા

0
Social Share
  • ‘લોક અપ’માં જોવા મળશે અભિનેતા કરણ કુન્દ્રા
  • આ શોમાં કરણ કુન્દ્રા જેલરની ભૂમિકા ભજવશે
  • ALTBalaji ના અધિકૃત એકાઉન્ટ પરથી શેર કરાયો પ્રોમો

મુંબઈ:’બિગ બોસ 15′ ખૂબ જ લોકપ્રિય શો રહ્યો છે.આ શોની આ સીઝનના સ્પર્ધકોએ પણ ખૂબ જ સારી રમત રમી હતી પરંતુ અંતે જીત મળી તો કરણ કુન્દ્રાની માનવામાં આવતી ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશને..પરંતુ કરણને ‘બિગ બોસ 15’માંથી બહાર આવતાની સાથે જ ઘણા કામો મળવા લાગ્યા છે, જેમાં Alt Balaji નો નવો શો ‘લૉક અપ’ અને એક સિંગલ ટ્રૅક પણ છે જેમાં તે તેજસ્વી પ્રકાશ સાથે જોવા મળે છે.આ ગીતનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.જેમાં કરણ કારના બોનટ પર બેઠેલો જોવા મળે છે અને તેજસ્વી પ્રકાશ ઉભી જોવા મળે છે.

‘બિગ બોસ 15’ કંટેસ્ટેન્ટ કરણ કુન્દ્રા રિયાલિટી શો ‘લૉક અપઃ બદમાશ જેલ અત્યાચારી ખેલ’નો નવો જેલર છે. ALTBalaji ના અધિકૃત એકાઉન્ટ પર શેર કરાયેલ નવો પ્રોમો કરણને નવા જેલર તરીકે દર્શાવે છે.એકતા કપૂર દ્વારા નિર્મિત આ શો કંગના રનૌત હોસ્ટ કરે છે.

‘લોક અપ’ ડિજિટલ પ્લેટફોર્મ MX પ્લેયર અને Alt બાલાજી પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યું છે અને દર્શક પ્રતિયોગી સાથે વાર્તાલાપ પણ કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code