
સ્માર્ટફોનનો દરરોજ 17 મિનિટ ઉપયોગ કરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઃ અભ્યાસમાં કરાયો દાવો
દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન ઉપયોગ કરે છે. જો કે, સ્માર્ટફોનનો વધારે ઉપયોગ શરીર માટે હાનીકારક હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. દરરોજ સરેરાશ 17 મિનિટ સુધી સ્માર્ટફોનનો ઉપયોગથી કેન્સર અને ટ્યુમર જેવી સમસ્યા સર્જાવાની શકયતાઓ રહેલી છે. સ્માર્ટફોનના સિગ્નલના રેડિએશનથી આરોગ્યને નુકશાન થાય છે. રેડિએશનથી ડીએનએ ડેમેજ થઈ શકે છે. અભ્યાસમાં સ્માર્ટફોનથી નુકસાન અને તેનાથી બચવાના ઉપાય દર્શાવવામાં આવ્યાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર યુસી બરકેલીના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, 10 વર્ષ સુધી દરરોજ સરેરાશ 17 મિનિટ સ્માર્ટફોનના ઉપયોગથી કેન્સર થવાની શકયતા છે. આ શકયતાઓ 60 ટકા લોકોમાં જોવા મળે છે. 1000 કલાકથી વધારે સય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરમાં ટ્યુમર થવાની શકયતા છે.
યુસી બરકેલીના એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં સ્માર્ટફોનથી આરોગ્યને થતા નુકસાન અંગે થયેલા 46 રિસર્ચનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. અમેરિકા, સ્વીડન, યુકે, જાપાન, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં થયેલા અભ્યાસનું અધ્યન કરવામાં આવ્યું હતું. સ્માર્ટફોનના સિગ્નલથી ઉત્પન થતા રેડિએશન પણા શરીરના સેલને નુકસાન પહોંચાડે છે. રેડિએશનથી સ્ટ્રેસ પ્રોટીન પેદા થાય છે. જે ડીએનએને નુકસાન કરે છે અને ટ્યુમર થવાની શકયતાઓ વધે છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ સ્ટડીના દાવાને ફગાવી દીધા છે. તેમજ કહ્યું છે કે, આ કોઈ પુશ્ત સાઈન્ટિફિક પુરાવો નથી કે સ્માર્ટફોનના સિગ્નલના રેડિએશન આરોગ્યને અસર કરે છે.
અભ્યાસમાં સલાહ પણ આપવામાં આવી છે કે, સ્માર્ટફોનનો ઉપયગો બને ત્યાં સુધી ઓછો કરો અને શરીરથી દૂર રાખો. એટલું જ નહીં બની શકે તો સ્માર્ટ ફોનની જગ્યાએ લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરવો