1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર પ્રદેશની સરકાર ગર્ભવતી મહિલાઓની પડખે આવી – હવેથી ખાનગી હોસ્પિટલોમાં મફતમાં થશે તપાસ
ઉત્તર પ્રદેશની સરકાર ગર્ભવતી મહિલાઓની પડખે આવી – હવેથી ખાનગી હોસ્પિટલોમાં મફતમાં થશે તપાસ

ઉત્તર પ્રદેશની સરકાર ગર્ભવતી મહિલાઓની પડખે આવી – હવેથી ખાનગી હોસ્પિટલોમાં મફતમાં થશે તપાસ

0
Social Share
  • ઉત્તરપ્રદેશમાં  ગર્ભવતી હિલાઓને ખાસ સુવિધા
  • પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ તપાસ થશે ફ્રીમાં

દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની સરાક સતત મહિલાઓ માટે મદદરુપ સાબિત થઈ રહી છે ત્યારે હવે ગર્ભવતી મહિલાઓની પડખે ઉત્તરપ્રદેશની સરકાર આવી છે.રાજ્ય સરકાર ગર્ભવતી મહિલાઓને સુવિધાની મોટી ભેટ આપવા જઈ રહી છે. જો સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તો તેમને ખાનગી પરીક્ષણ કેન્દ્રોમાં મફત પરીક્ષણ સુવિધા મળશે.

જાણકારી પ્રમાણે   ગર્ભવતી મહિલાને ઈ-બાઉચર આપવામાં આવશે. આ વાઉચર વડે તે ખાનગી નિદાન કેન્દ્રમાં ટેસ્ટ કરાવી શકશે જેના માટે કોઈ પણ પેમેન્ટ કરવું પડશે નહી આ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  સાથે જોડાણ કર્યું છે. દર મહિને લગભગ પાંચ લાખ મહિલાઓને પ્રસૂતિ પહેલાની તપાસ કરાવવી પડે છે.

રાજ્યમાં લગભગ 873 સામુહિક આરોગ્ય કેન્દ્રો છે. મોટાભાગના કેન્દ્રોમાં અલ્ટ્રાસાઉન્ડ મશીનો સ્થાપિત છે. પરંતુ, ક્યાંક રેડિયોલોજિસ્ટની ગેરહાજરીમાં તો ક્યાંક મશીનો બગડવાના કારણે સગર્ભા મહિલાઓની પરીક્ષણને અસર થાય છે. સ્થિતિમાં આરોગ્ય વિભાગે નવી રણનીતિ અપનાવી છે.કોઈ કારણોસર અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય ટેસ્ટ કરવામાં ન આવે તો તેને ખાનગી નિદાન કેન્દ્રમાં મોકલવામાં આવશે.

આ તપાસનો ખર્ચ સરકાર ભોગવશે. આ માટે, નજીકના ખાનગી નિદાન કેન્દ્રોને સીએચસી સાથે સંલગ્ન કરવામાં આવી રહ્યા છે. CHC ઈન્ચાર્જ દર્દીને તપાસ માટે ઈ-વાઉચર આપશે. મોબાઈલ પર મળેલા આ ઈ-વાઉચર સાથે દર્દી પ્રાઈવેટ સેન્ટરમાં જશે. ત્યા તેઓની તપાસ કરાવી શકશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code