ઉત્તરાખંડઃ બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત, 7 વ્યક્તિઓ ઘાયલ
દિલ્હીઃ ઉત્તરાખંડમાં બાગેશ્વથી મુનસ્યારી જઈ રહેવા પ્રવાસીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. કપકોટના ફરસાલીમાં બે વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કપકોટના ફરસાલી વિસ્તારમાં બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. બે પૈકી એક વાહનમાં 12 જેટલા પ્રવાસીઓ હતા. અકસ્માતને પગલે પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. દુર્ઘટના બાદ એક વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રવાસઓ બંગાળના હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. એટલું જ નહીં ધારાસભ્ય બલવંતસિંહ ભૌર્યાલે સહિતના રાજકીય આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે બચાવ કામગીરી આરંભી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા અને મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. માર્ગ અકસ્માતમાં પાંચ પ્રવાસીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.