
- કોરોના સામે લડવા સરકારની ખાસ તૈયારી
- હવે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને મળશે વેક્સિન
- વેક્સિનેશન પ્રક્રિયાને તેજ કરવાની તૈયારીમાં સરકાર
દિલ્લી: દેશમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. તેને જોતા સરકાર પણ વધારે આક્રમક મુડમાં આવી છે. સરકારે કોરોનાવાયરસ સામે વધારે સખ્તાઈ લડવાની તૈયારી બતાવી છે. કોરોના વાયરસ સામેની લડાઈ મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, મહત્તમ સંખ્યામાં ભારતીયોને શક્ય હોય એટલા ટૂંકા સમયગાળામાં રસી આપી શકાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી સખત મહેનત કરી રહી છે.
જો કે સરકારી આંકડા મુજબ દેશમાં હાલ વિશ્વનું સૌથી ઝડપથી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. દેશમાં દર કલાકે 1.5 લાખ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. અને દિવસ દરમિયાન સરેરાશ 40 લાખ લોકોને વેક્સિન મળી રહી છે.
ભારતનો અભિગમ દુનિયાભરમાં અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણો, WHOની SoPs અને કોવિડ-19ની રસી આપવા માટે રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહ (NEGVAC)માં આપણા ભારતના અગ્રેસર નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી પ્રેરિત વૈજ્ઞાનિક અને રોગચાળા સંબંધિત આધારસ્તંભો પર નિર્માણ પામેલો છે.
ભારત અન્ય વયજૂથના લોકો માટે ક્યારે રસીકરણની શરૂઆત કરવી તે સંબંધિત નિર્ણયો લેવામાં રસીની ઉપલબ્ધતા અને સંવેદનશીલ પ્રાથમિકતા સમૂહના કવરેજ પર આધારિત ગતિશિલ મેપિંગ મોડેલને અનુસરી રહ્યું છે. 30 એપ્રિલ સુધીમાં સંવેદનશીલ સમૂહના મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ થઇ જશે તેવી અપેક્ષા છે.
ત્રીજા તબક્કામાં રાષ્ટ્રીય રસી વ્યૂહનીતિ વધુ ઉદાર કિંમતો અને રસીકરણના કવરેજને વધુ વ્યાપક બનાવવાનો ઉદ્દેશ રાખે છે. આનાથી રસીના ઉત્પાદનમાં વધારો થશે તેમજ તેની ઉપલબ્ધતા વધશે. રસીના ઉત્પાદકોને ઝડપથી તેમના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે તેમજ સ્થાનિક અને વિદેશી નવા રસી ઉત્પાદકોને આકર્ષવા માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે.
દેવાંશી