Site icon Revoi.in

વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી 19મી ડિસેમ્બરે યોજાશે, મતદાર યાદી 29 નવેમ્બરે જાહેર કરાશે

Social Share

વડોદરાઃ બરોડા બાર અસોસિએશનની ચૂંટણી આગામી તા. 19 ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં 1થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ભરાશે. જ્યારે 9 ડિસમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન યોજાશે.

ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ઠરાવ મુજબ અને બરોડા બાર એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મળેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના 2025ના રોજ યોજાશે. ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે, જેની મતદાર યાદી 24 નવેમ્બરના પ્રકાશિત કરવા સાથે જો કોઈ વાંધો હોય તો, ચૂંટણી પહેલા રજૂ કરવાનો રહેશે.

બરોડા બાર અસોસિએશનનના સૂત્રોના જણાવ્યા મુજબ 19મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીની અંતિમ મતદાર યાદી 29 નવેમ્બરના રોજ જાહેર કરાશે. 1થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. નોમિનેશન ફોર્મ પરત પાછા ખેંચવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર રાખવામાં આવી છે. જ્યારે 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. જ્યારે 19 ડિસેમ્બર 2025ના રોજ 10થી 5 વાગ્યા સુધીમા મતદાન યોજાશે.

બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય સચિવ, ખજાનચી (મહિલા વકીલો માટે અનામત)ના 1 પદ, જ્યારે મેનેજિંગ કમિટીના સભ્યોની દસ પોસ્ટ, મેનેજિંગ કમિટીના સભ્યો (મહિલા વકીલો માટે અનામત) 3 પોસ્ટ માટે ચુંટણી યોજાશે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વન બાર વન વોટ યોજના હેઠળ મતદાર યાદી અંતિમ ગણવાની રહેશે.

Exit mobile version