Site icon Revoi.in

વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન યોજાઈ, 7 દેશોના દોડવીરોએ ભાગ લીધો

Social Share

વડોદરાઃ  શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજે 2 ફેબ્રુઆરીએ વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 12મી મેરેથોનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતના 1,23,900 લોકોએ ભાગ લઇ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદી અને ઉપ પ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીનને એનાયત કર્યું હતું. આ મેરેથોન દરમિયાન ટ્રાફિક અવરનેસને લઈ 80,000થી વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો હતો.

વડોદરાના નવલખી મેદાનથી આજે રવિવારે વહેલી સવારે વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ મેરેથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે દોડવીરોમાં અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. ઈન્ટરનેશનલ મેરેથોનમાં કૂલ 1.23 લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્રને માત્ર દોડવીરો જ નજરે પડ્યા હતા. 12મી વડોદરા ઇન્ટરનેશલ મેરેથોનમાં ટ્રાફિક અવરનેસને લઈ 80,000થી વધુ દોડવીરોએ શપથ લીધા હતા. આજની આ મેરેથોનમાં આ શપથ માટે એક રેકૉર્ડ પણ સ્થાપિત થયો છે. આ સાથે મેરેથોનમાં 1,23,900 લોકોએ ભાગ લઈ રેકોર્ટ સર્જતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સર્ટી એનાયત કરવામાં આવ્યું હતુ. આ મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી, જેનું મુખ્યમંત્રી હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ મેરેથોનમાં ભારત, અમેરિકા, સિંગાપુર, ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો છે. ખાસ કરીને 42.195 કિલોમીટરની ફુલ મેરેથોન માટે કુલ 270થી વધુ રજિસ્ટ્રેશન થયા છે. આ સાથે જ હાફ મેરેથોન 10 કિલોમીટર, 5 કિલોમીટર ટાઈમ રન, પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી. આ મેરેથોનમાં વિવિધ ધર્મ-સંસ્થાના હજારો રનર્સ પણ જોડાય છે. મેરેથોનમાં ઉપસ્થિત દોડવીરોને માર્ગ સલામતીના શપથ લેવડાવવાનો રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. મહત્ત્વની બાબત એ કે, વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી શરૂ થયેલી ફુલ મેરેથોન અકોટા બ્રિજ સોલર પેનલ ખાતે પૂર્ણ થઈ. આ મેરેથોન માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના 72 જેટલા રૂટને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ.

Exit mobile version