Site icon Revoi.in

વડોદરા મ્યુનિએ વેરો બાકી હોવાથી મકરપુરા ST ડેપોની બુકીંગ અને પાર્સલ ઓફિસ સીલ

Social Share

વડોદરા, 10 માર્ચ, 2026: Makarpura ST depot booking and parcel office sealed due to VMC tax arrears,  વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટાર્ગેટ પુરા કરવા માટે બાકી વેરા વસુલાત કરવામાં આવી છે. જેમાં સરકારી કચેરીઓ સામે પણ સિલિંગ સુધીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના મકરપુરા એસટી ડેપોનો રૂ. 1 કરોડ 9 લાખનો વેરો બાકી હોવાથી એસટી ડેપોની બુકીંગ અને પાર્સલ ઓફિસને સીઝ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ એસટીના અધિકારીઓએ ટેક્સ ભરી દીધો હોવા છતાં મિલકત સીલ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. મ્યુનિના ટેક્સ વિભાગના અધિકારીઓ જોયા વિના જ સિલિંગ કરવા સામે અસંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે સવારે એસટી ડેપો ખાતે પહોંચી વિવિધ કચેરીઓને બંધ કરાવવામાં આવી હતી. પાલિકાએ પાર્સલ ઓફિસ, બુકિંગ ઓફિસ, સીસીટીવી ઓફિસ ઉપરાંત કેન્ટિન સહિતની મિલકતો સીઝ કરી હતી અને નોટિસ લગાવવામાં આવી હતી. જેના પગલે એસટી વિભાગના કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. એસટી વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર એસટી વિભાગે પોતાના હિસ્સાનો 4 લાખ ઉપરાંતનો વેરો ભર્યો છે. એસટી હબની બાકીની મિલકત ભાડે આપવામાં આવી છે જે પૈકી કેટલાકનો વેરો બાકી હોઈ શકે. પરંતુ પાલિકાએ એસટી વિભાગની કચેરીઓને સીઝ કરી છે. વેરો ભર્યો છે તેની રિસીપ્ટ પણ ઉપલબ્ધ છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાતમાં કડકાઈ શરૂ કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રોજે રોજ અનેક મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો રહેણાક મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ કડકાઈ હાથ ધરવામાં આવશે.

વડોદરા મ્યુનિ.એ ગત વર્ષે પણ એસટી ડેપો સીલ કર્યો હતો. એસટી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. જીએસઆરટીસી નિયમિત વેરો ભરે છે છતાં સીલ મારતાં વિભાગની બદનામી થાય છે. જેથી મ્યુનિએ તેમાં સુધારો લાવવો જોઈએ. સોમવારે સવારે પણ સીલ કરતાં એસટી વિભાગના અધિકારીઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારબાદ કેટલાક રૂમો અને દરવાજાઓ તેમજ કેબિન વોર્ડ કચેરીના અધિકારીઓએ ખોલી આપી હતી.

Exit mobile version