વડોદરા, 31 માર્ચ 2026: Vadodara Municipality collects Rs 728 crore in taxes during the year વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જો કે મ્યુનિએ વસુલાત માટેનો જે ટાર્ગેટ નક્કી કર્યો હતો, એમાં 62 કરોડની વસુલાત થઈ શકી નહતી. એટલે કે, વર્ષ દરમિયાન 790 કરોડના વેરા વસુલાતના ટાર્ગેટ સામે રૂપિયા 728 કરોડની વસુલાત થઈ શકી છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના વેરાબિલોની બજવણી કરવામાં આવેલી હતી. ચાલુ નાંણાકીય વર્ષના વેરા વસુલાતના બજેટ લક્ષ્યાંક રૂ.790 કરોડ રાખવામાં આવ્યું હતું, જેની સામે 30 માર્ચ સુધીમાં કુલ વેરાની વસુલાત રૂ. 728 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાની સઘન રીકવરી ચાલુ કરવામાં આવી હતી. શહેરના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 400 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કુલ 48500 જેટલી બિનરહેણાંક મિલકતોને વેરા વસુલાત માટે સીલ કરવામાં આવી છે અને 8800 જેટલી રહેણાંક મિલકતોને નોટિસો આપવામાં આવી છે. તેમજ અંદાજે 120 જેટલી રહેણાંક મિલકતોના વેરા વસુલાત માટે પાણી કનેક્શન કાપવામાં આવ્યા હતા.
વીએમસીના રેવન્યુ વિભાગે કરદાતાઓની સુવિધા માટે શહેરના તમામ વોર્ડ કચેરી સવારે 9.30થી સાંજના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી.તેથી મિલકત વેરાની રકમ તમામ વોર્ડ કચેરીઓમાં રૂબરૂમાં તેમજ ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી હતી. હાલમાં રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ 52.80% તેમજ બિન રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ ૫૨ 60% વ્યાજ માફીની આકર્ષક વ્યાજ વળતર યોજના અંતિમ દિવસ સુધી ચાલુ રાખવામાં આવી હતી, જેની અનેક કરદાતાઓએ લાભ લીધો હતો. એપ્રીલ 2026થી રેવન્યુ રાહે વેરા વસુલાતની કામગીરી કરવામાં આવશે.

