ટૂંક સમયમાં હવે મુંબઈ-ગોવા વચ્ચે પણ દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આજથી ટ્રેનની ટ્રાયલ રન શરૂ થશે
- મુંબઈ અને ગોવા વચ્ચે પણ વંદેભારત ટ્રેન દોડશે
- આજથી રન ટ્રાયલ શરુ
દિલ્હીઃ- પીેમ મોદીના અથાગ પ્ર.ત્નોથી દેશના અનેક શહેરોમાં વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે આ હેઠળ હવે મુંબઈ થી ગોવા વચ્ચે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ શ્રેણીમાં આજે આ ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય રેલ્વે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવે, મહારાષ્ટ્રના ધારાસભ્યોના પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત દરમિયાન, માહિતી આપી હતી કે મુંબઈ-ગોવા રૂટ પર વંદે ભારત સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં કાર્યરત થશે.
પ્રાપ્ત વિહત પ્રમાણે અન્યશહેરોની તર્જ પર મુંબઈ અને ગોવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે મુંબઈ-ગોવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ રન આજથી શરૂ થઈ રહી થે. ટ્રાયલ પાસ કર્યા બાદ રેલવે મુંબઈ-ગોવા વચ્ચે વંદે ભારત સેવાઓ શરૂ કરશે.
આ પહેલા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મુંબઈથી ગાંધીનગર, મુંબઈથી શિરડી અને મુંબઈથી સોલાપુર રૂટ પર દોડી રહી છે. મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસ દેશની આર્થિક રાજધાની મુંબઈથી દોડનારી ચોથી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન દોડતી ટ્રેન હશે.
આ બબાતને લઈને રેલ્વે રાજ્ય મંત્રીએ પ્રતિનિધિમંડળને માહિતી આપી હતી કે મુંબઈ-ગોવા રેલ માર્ગનું વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ગયું છે અને નિરીક્ષણ બાદ નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. બેઠક દરમિયાન, પ્રતિનિધિમંડળે રેલ્વે રાજ્ય મંત્રી સાથે થાણે અને કોંકણ પ્રદેશમાં રેલ્વે સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
અનેક સુવિધાઓથી સજ્જ છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસ અત્યંત અદ્યતન ટ્રેનો છે, જે મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળી છે. તેમાં ઓટોમેટિક દરવાજા, ઓનબોર્ડ વાઇ-ફાઇ, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, બાયો-વેક્યૂમ ટોઇલેટ અને ઉન્નત આરામ માટે સુધરેલી બેઠક વ્યવસ્થા સાથે એરોડાયનેમિક રીતે ડિઝાઇન કરાયેલ કોચ છે. ટ્રેનમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ પણ છે, જે 30 ટકા જેટલી ઉર્જા બચાવી શકે છે.