
વંદે ભારત ટ્રેન યાત્રાધામો વચ્ચે જોડાણ વધારશે, અર્થવ્યવસ્થાને પણ મળશે વેગ – પીએમ મોદી
- વંદે ભારત ટ્રેન યાત્રા ધામો વચ્ચે જોડાણ કરશે
- અર્થ તંત્રમાં પણ આપશે વેગ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે વંદે ભારત એક્સપ્રેસ એ ગૌરવ, આરામ અને કનેક્ટિવિટીનો પર્યાય છે. પીએમ મોદી દ્વારા સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા અંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આ વાત કહી હતી
યાત્રાધામો વચ્ચેની કનેક્ટિવિટી વધવાથી માત્ર યાત્રાળુઓને જ ફાયદો થશે નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્રોને પણ મદદ મળશે. કનેક્ટિવિટી વધવાથી વેપારમાં વધારો થશે, નવી નોકરીઓનું સર્જન થશે અને પ્રવાસન, હસ્તકલા અને ખાદ્ય સેવાઓનો વિકાસ થશે.
Vande Bharat Express is synonymous with pride, comfort and connectivity. The train between Secunderabad and Tirupati will benefit tourism, particularly spiritual tourism. It will also boost economic growth. https://t.co/UTb7vOQLrP
— Narendra Modi (@narendramodi) April 7, 2023
પીએમ મોદીએ કહ્યું કે “વંદે ભારત એક્સપ્રેસ એ ગૌરવ, આરામ અને કનેક્ટિવિટીનો પર્યાય છે. સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચેની ટ્રેન પ્રવાસન, ખાસ કરીને આધ્યાત્મિક પર્યટનને ફાયદો કરશે. તે આર્થિક વૃદ્ધિને પણ વેગ આપશે.”
દેશના મુખ્ય યાત્રાધામો વચ્ચે કનેક્ટિવિટી વધારવા અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવા કેન્દ્ર સરકાર વંદે ભારત ટ્રેનોના સંચાલનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 8 એપ્રિલના રોજ પીએમ મોદી સિકંદરાબાદથી તિરુપતિ વચ્ચે હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનના સંચાલનને લીલી ઝંડી આપશે.
હાલમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશના 13 રૂટ પર દોડી રહી છે. આમાંથી ચાર માર્ગો પ્રસિદ્ધ યાત્રાધામોના છે.સિકંદરાબાદ-તિરુપતિ રૂટ સિવાય અન્ય ત્રણ રૂટ નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી (કટરા) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી શિરડી રૂટ છે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી નેશનલ હાઈવે-744નો શિલાન્યાસ પણ કરશે. આ હાઈવેના નિર્માણથી દેશના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાનો જેવા કે મદુરાઈમાં મીનાક્ષી મંદિર, શ્રીવિલ્લીપુથુરમાં અંડલ મંદિર અને કેરળમાં સબરીમાલા મંદિર વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે.ભક્કોએ અહી સુધી પહોંચવું સરળ બનશે સીઘી રીતે ટ્રેનના માધ્યમથી અહબી આવી શકાશે.આ સાથે જ અર્થકતંત્રને પણ આ ટ્રેનના માધ્યમથી વેગ મળશે,