1. Home
  2. ગુજરાતી
  3. વરુણ ધવન-અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ-ધાગા ચીનમાં થશે રિલીઝ,અભિનેત્રીએ પોસ્ટર શેર કર્યું
વરુણ ધવન-અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ-ધાગા ચીનમાં થશે રિલીઝ,અભિનેત્રીએ પોસ્ટર શેર કર્યું

વરુણ ધવન-અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ-ધાગા ચીનમાં થશે રિલીઝ,અભિનેત્રીએ પોસ્ટર શેર કર્યું

0
Social Share

મુંબઈ:વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા’ લોકોને પસંદ પડી હતી અને હવે તેના વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.ફિલ્મ સુઈ ધાગા 5 વર્ષ પહેલા એટલે કે 2018માં રિલીઝ થઈ હતી.થિયેટરથી લઈને બોક્સ ઓફિસ પર વરુણ અને અનુષ્કાની ‘સુઈ ધાગા’એ ધમાલ મચાવી હતી.હવે મેક ઈન ઈન્ડિયા અભિયાનને દર્શાવતી ‘સુઈ ધાગા’ને લઈને વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બોલિવૂડ ફિલ્મ ‘સુઈ ધાગા’ આગામી સમયમાં ચીનમાં રિલીઝ થશે.

ફિલ્મ પ્રોડક્શન દ્વારા એક ટ્વિટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં ચીની ભાષામાં ફિલ્મ ‘સુઈ ધાગા’નું પ્રિન્ટ પોસ્ટર દેખાય છે.પોસ્ટના કેપ્શનમાં તરણ આદર્શે લખ્યું છે કે વરુણ ધવન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ‘સુઈ ધાગા’ હવે ચીન તરફ આગળ વધી રહી છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે.મળતી માહિતી મુજબ, ‘સુઈ  ધાગા’ ચીનના સિનેમાઘરોમાં 31 માર્ચે રિલીઝ થશે.

https://www.instagram.com/p/CphAJJJD8wB/?utm_source=ig_embed&ig_rid=f2fb293d-7b93-4a42-ad7c-8651030e6608

ફિલ્મ ‘સુઈ ધાગા’ તેના દર્શકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે.આ ફિલ્મ પતિ-પત્નીના સંબંધો તેમજ ભારતના ‘મેડ ઈન ઈન્ડિયા’ અભિયાન પર આધારિત છે.જોકે, ભારતમાં લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે, હવે જોવાનું એ રહે છે કે ચીનના લોકો આ ફિલ્મને કેટલો પ્રેમ આપે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code