1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ સમિટ યોજાશે, રોકાણો મેળવવા વિદેશોમાં રોડ શો કરાશે
ગુજરાતમાં જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ સમિટ યોજાશે, રોકાણો મેળવવા વિદેશોમાં રોડ શો કરાશે

ગુજરાતમાં જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ સમિટ યોજાશે, રોકાણો મેળવવા વિદેશોમાં રોડ શો કરાશે

0
Social Share

અમદાવાદ: ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન નવા અનેક રોકાણો થયા છે. તેના લીધે રોજગારી પણ વધી છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ રોકાણ કરવા માટે ગુજરાત તરફ આકર્ષાય તે માટે દર બે-ત્રણ વર્ષે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના કાળને કારણે છેલ્લા 5 વર્ષથી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરી શકાયું નહતું.  પાંચ વર્ષના લાંબાગાળા બાદ હવે આગામી વર્ષે રાજયમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેટર્સ સમીટ યોજાશે. વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરી 11-13-2024 દરમિયાન યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેટર્સ સમીટ માટે વર્ષ પહેલાથી જ તૈયારીઓ કરવી પડતી હોય છે. એટલે જાન્યુઆરી 2024માં યોજાનારા સમિટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.છેલ્લે 2019માં વાઈબ્રન્ટ સમીટ યોજાઈ હતી તે બાદ કોરોના આવતા જ આ પ્રકારના આયોજનો મુલત્વી રહ્યા હતા
પણ હવે પરિસ્થિતિ સામાન્ય બનતા આગામી વર્ષે વાઈબ્રન્ટ સમીટ યોજવા નિર્ણય લેવાશે અને જુલાઈ માસથી જ આ માટે દેશ વિદેશમાં રોડ-શો સહિતની તૈયારી થશે. જો કે 2022માં એક તબકકે વાઈબ્રન્ટ સમીટ યોજવાની તૈયારી હતી પણ વૈશ્વિક રીતે રશિયા-યુક્રેનનો તનાવ સર્જાયો હતો તે ઓમિક્રોન વેરીએન્ટ પણ પરત દેખાતા સમીટ મુલત્વી રહ્યો હતો પણ હવે 2024નો વાઈબ્રન્ટ સમીટ એ લોકસભા ચુંટણી પુર્વેનો મેગા શો બનાવવાની તૈયારી છે અને અમેરિકા સહિતના તમામ મુખ્ય દેશો ઉપરાંત ગલ્ફ અને આફ્રિકન દેશોનું પણ પ્રતિનિધિત્વ વધે તે જોવાશે. રાજય સરકારે આ માટે રૂા.127 કરોડનું બજેટ પ્રાથમિક રીતે મંજુર કર્યુ છે તથા આગામી વાઈબ્રન્ટ એક થીમ પર હશે જે ભવિષ્યના ઔદ્યોગિક ચિત્રનું પ્રતિબિંબ પુરુ પાડતું હશે. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code