1. Home
  2. ગુજરાતી
  3. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો લહેરાવ્યો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો લહેરાવ્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો લહેરાવ્યો

0

દિલ્હી: નવા સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર આજે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદભવનના નવા બિલ્ડીંગના પ્રાંગણના ગેટ પર તિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય સંસદ સત્રના એક દિવસ પહેલા આ ધ્વજવંદન સમારોહ કરવામાં આવ્યો છે. આ સત્રમાં સંસદીય કાર્યવાહીને જૂનામાંથી નવા બિલ્ડિંગમાં ટ્રાન્સફર કરી શકાશે. પીએમ મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.

જોકે, વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ પ્રસંગે હાજર રહ્યા ન હતા. તેમણે નિરાશા વ્યક્ત કરી હતી કે આ કાર્યક્રમ માટે તેમને આમંત્રણ આપવામાં વિલંબ થયો હતો. ખડગેએ શનિવારે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ખડગેને 15 સપ્ટેમ્બરે મોડી સાંજે કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. ખડગેનું કહેવું છે કે તેઓ 16-17 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા હૈદરાબાદમાં છે અને રવિવારે રાત્રે દિલ્હી પરત ફરશે.

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નવા સંસદ ભવનમાં કેબિનેટ મંત્રીઓને રૂમ ફાળવવામાં આવ્યા છે. જે મંત્રીઓને રૂમ મળ્યા છે તેમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, અર્જુન મુંડા, વિદેશ મંત્રી એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ  ઈરાની, અશ્વિની વૈષ્ણવનો સમાવેશ થાય છે.

જાણકારી મુજબ, અમિત શાહ માટે ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નંબર જી-33, રાજનાથ સિંહ માટે જી-34, નીતિન ગડકરી માટે જી-31, પીયૂષ ગોયલ માટે જી-30, નિર્મલા સીતારમણ માટે જી-12, એસ જયશંકરને જી-10, ધર્મેન્દ્ર પ્રધાનને જી-41 સ્મૃતિ ઈરાનીને જી-8 નરેન્દ્ર સિંહ તોમરને જી-11, અશ્વિની વૈષ્ણવને જી-17અને અર્જુન મુંડાને નવા સંસદ ભવનના રૂમ નંબર જી-9 ફાળવવામાં આવ્યો છે.

જૂના સંસદ ભવનમાં આ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓની ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં હતી. સરકારના અન્ય કેબિનેટ મંત્રીઓને નવા સંસદભવનના પહેલા માળે ઓફિસ રૂમ ફાળવવામાં આવ્યા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાને પહેલા માળે રૂમ નંબર F-20, ગિરિરાજ સિંહને F-36, ગજેન્દ્ર સિંહ શેખાવતને F-18, નારાયણ રાણેને F-39, સર્બાનંદ સોનોવાલને F-38, વીરેન્દ્ર કુમારને F-37, પશુપતિ પારસને રૂમ નંબર F-19, કિરેન રિજિજુને F-17 અને આરકે સિંહને નવા સંસદ ભવનના પહેલા માળે રૂમ નંબર F-16 ફાળવવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.