1. Home
  2. revoinews
  3. Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી
Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી

Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી

0
Social Share

ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ high impact projects રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓની, ખાસ કરીને સૌથી મહત્ત્વની યોજનાઓની નિમયિત સમીક્ષા કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આજે બુધવારે મુખ્યમંત્રી દ્વારા એવી 27 યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી જે હાઈ ઈમ્પેક્ટ ધરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વેગ આપતા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિની નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યુ મીટિંગનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ અભિગમને આગળ ધપાવતાં બુધવારે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કુલ રૂ.11,360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ્સ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા થાય એટલું જ નહીં, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય તે સુનિશ્ચિત કરવાની સ્પષ્ટ સૂચનાએ બેઠકમાં આપી હતી.

જુઓ વીડિયો

Video: Chief Minister Bhupendra Patel reviews the performance of 27

આ પણ વાંચોઃ એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નો શુભારંભ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code