1. Home
  2. ગુજરાતી
  3. વિદ્યા બાલન-પ્રતિક ગાંધીની જોડી ધૂમ મચાવવા માટે તૈયાર, નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત
વિદ્યા બાલન-પ્રતિક ગાંધીની જોડી ધૂમ મચાવવા માટે તૈયાર, નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત

વિદ્યા બાલન-પ્રતિક ગાંધીની જોડી ધૂમ મચાવવા માટે તૈયાર, નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત

0
Social Share
  • વિદ્યા બાલન-પ્રતિક ગાંધી જોવા મળશે એકસાથે
  • નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મની થઇ જાહેરાત
  • ઈલિયાના ડી’ક્રૂઝ પણ આ ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ :વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીને સમીર નાયર દ્વારા અનટાઈટલ્ડ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિક ગાંધી કે જેમણે એપ્લોઝના ખૂબ જ સફળ શો, ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા રાતોરાત સફળતા મેળવી હતી. હવે તે દરેક નિર્માતાની પહેલી પસંદ બની રહ્યો છે.

તેને ડ્રીમ કાસ્ટ કહી શકાય કારણ કે એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટે એક શાનદાર ચોકડી – વિદ્યા બાલન, પ્રતીક ગાંધી, ઈલિયાના ડી’ક્રૂઝ અને ભારતીય-અમેરિકન સેન્સેશન સેંથિલ રામામૂર્તિને એક સાથે લાવવા માટે કોલેબરેટ કરવામાં આવ્યા છે.જે પ્રમુખ એડ ફિલ્મ પ્રોડ્યુસર,શીર્ષ ગુહા ઠાકુરતા દ્વારા દિગ્દર્શિત આગામી રોમેન્ટિક કોમેડી-ડ્રામા સાથે સ્ક્રીનને ધૂમ મચાવવા માટે તૈયાર છે.

એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ સમીર નાયર કહે છે કે, “આ ફિલ્મ આકર્ષક અને રોમાંસથી ભરપૂર છે જે આધુનિક સમયમાં પ્રેમ અને વફાદારીની તમામ ધારણાઓને તોડી નાખે છે. જ્યારે પાત્રોની કેમિસ્ટ્રી આ અદ્ભુત કલાકારો સાથે આવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમે શિરશા ગુહા ઠાકુરતા સાથે સહયોગ કરવા માટે રોમાંચિત છીએ, જેઓ માનવીય સંબંધોની અસાધારણ રીતે શ્રેષ્ઠ સમજ ધરાવે છે. આ રમુજી, આકર્ષક અને ગતિશીલ વાર્તાને જીવંત કરવા અમે ફરી એકવાર એલિપ્સિસ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ.”

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code