1. Home
  2. ગુજરાતી
  3. ‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન ફરી મંજુલિકાનું પાત્ર ભજવશે,નિર્દેશક અનીસ બઝમીએ કર્યું કંફર્મ
‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન ફરી મંજુલિકાનું પાત્ર ભજવશે,નિર્દેશક અનીસ બઝમીએ કર્યું કંફર્મ

‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન ફરી મંજુલિકાનું પાત્ર ભજવશે,નિર્દેશક અનીસ બઝમીએ કર્યું કંફર્મ

0
Social Share
  • ‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન જોવા મળશે
  • ફરી મંજુલિકાનું ભજવશે પાત્ર
  • નિર્દેશક અનીસ બઝમીએ કર્યું કંફર્મ

મુંબઈ:વિદ્યા બાલને તેની કારકિર્દીમાં કેટલાક એવા પાત્રો ભજવ્યા છે જે આજે પણ યાદ કરવામાં આવે છે. તે આ પાત્રોમાંથી એક છે. 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’માં મંજુલિકાનું પાત્ર. આ પાત્રમાં વિદ્યાએ પોતાની પૂરી જાન લગાવી દીધી હતી.બધાએ આ ફિલ્મમાં તેના પાત્રના વખાણ કર્યા.એક રીતે, આ તેના શ્રેષ્ઠ પ્રદર્શનમાંથી એક છે. હવે એ વાત કંફર્મ થઈ ગઈ છે કે,વિદ્યા બાલન આ આઇકોનિક રોલ દ્વારા ‘ભૂલ ભુલૈયા 2’માં વાપસી કરવા જઈ રહી છે.

રિપોર્ટ મુજબ,એ કંફર્મ કરવામાં આવ્યું છે કે,આ વિશે બધું નક્કી છે.ફિલ્મના દિગ્દર્શક અનીસ બઝમીએ કહ્યું કે,મંજુલિકા તેનું પ્રિય પાત્ર છે અને જો ફિલ્મ ભૂલ ભુલૈયા હશે તો તે ચોક્કસપણે ભૂલ ભુલૈયા 2 માં જોવા મળશે.વિદ્યાએ 2011માં રિલીઝ થયેલી અનીસ બઝમીની ફિલ્મ ‘થેંક યુ’માં કેમિયો કર્યો હતો.તેમાં પણ તે મંજુલિકાના પાત્રમાં ડાન્સ કરતી જોવા મળી હતી. હવે એ નિશ્ચિત છે કે,વિદ્યા ફરી એ જ જલવા બતાવતી જોવા મળશે.

વિદ્યાએ કલ્ટ રોમેન્ટિક ફિલ્મ ‘પરિણીતા’થી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં તેની સાથે સંજય દત્ત અને સૈફ અલી ખાન જેવા સારા કલાકારો હતા.તે ફિલ્મ પછી, વિદ્યાની કારકિર્દીમાં તેજી આવી અને તેણે ઘણા યાદગાર પાત્રો ભજવ્યા, તેમાંથી એક ‘ધ ડર્ટી પિક્ચર’ની સિલ્ક સ્મિતા હતી. આ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે છેલ્લે એમેઝોન પ્રાઇમ વીડિયોની ફિલ્મ ‘શેરની’માં જોવા મળી હતી.

ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે. તેમાં કાર્તિકની સાથે કિયારા અડવાણી અને તબ્બુ પણ જોવા મળશે.આ ફિલ્મમાં કાર્તિક અક્ષય કુમારે જે લુક ધારણ કર્યો હતો તે જ લુકમાં જોવા મળે છે.અક્ષય કુમારની ‘ભૂલ ભુલૈયા’ 2007માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મ તે વર્ષની હિટ ફિલ્મોમાંની એક હતી.આ ફિલ્મમાં અક્ષય સાથે પરેશ રાવલ, અમીષા પટેલ અને રાજપાલ યાદવ હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code