Site icon Revoi.in

વિજય રૂપાણીના 70 કલાક બાદ DNA મેચ થયા, કાલે રાજકોટમાં થશે અગ્નિસંસ્કાર

Social Share

 અમદાવાદઃ શહેરમાં પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. સ્વ. રૂપાણીનો મૃતદેહ તેમના પરિવારને સોંપવાની તજવીજ ચાલી રહી છે.. હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની માહિતી મીડિયાને આપી હતી. સ્વ, વિજય રૂપાણીના રાજકોટમાં કાલે અંતિમ સંસ્કાર કરાશે.

અમદાવાદ શહેરમાં ગુરૂવારે લંડન જતુ પ્લેન ઉડાન ભર્યા બાદ ક્રેશ થયુ હતું. આ દૂર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીનું નિઘન થયુ હતુ. પ્લેનમાં 241 પ્રવાસીઓના મોત નિપજતા તમામ મૃતદેહના ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે. જેમાં વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે અને ટૂંક સમયમાં પરિવારને મૃતદેહ સોંપવાની તૈયારી શરૂ કરાશે. સ્વગર્સ્થના અંતિમ સંસ્કાર રાજકોટ થશે.

સ્વ. વિજય રૂપાણીનો મૃતદેહ આજે સાંજ સુધીમાં રાજકોટ પહોંચશે. પરિવારજનો આજે સાંજ સુધીમાં ગાંધીનગરથી રાજકોટ પહોંચી જશે. પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે. બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના બે મંત્રીઓ મૃતદેહ સોંપવાની કામગીરી દરમિયાન હાજર છે પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે. 17 સીટિંગની કેપેસિટીવાળા ચાર્ટર પ્લેનમાં પરિવારજનો રાજકોટ આવશે. અન્ય લોકો બાય રોડ રાજકોટ પહોંચશે. (File photo)