
દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે, DP વર્લ્ડ દ્વારા બાંધવામાં આવનાર દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે આજે ભારત માર્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો.
બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત માર્ટ જેબેલ અલી પોર્ટના વ્યૂહાત્મક સ્થાન અને લોજિસ્ટિક્સમાં મજબૂતાઈનો લાભ લઈને ભારત-યુએઈ દ્વિપક્ષીય વેપારને વધુ આગળ વધારશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માર્ટમાં ગલ્ફ, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરેશિયામાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડીને ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ક્ષેત્રોની નિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે.