ઓછા ખર્ચે સારી જગ્યા પર ફરવુ છે? તો આ જગ્યા છે ફરવા માટે બેસ્ટ
કોરોનાવાયરસ મહામારીમાં જો સૌથી વધારે જે ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે તો તે છે ટુરીઝમ ઈન્ડસ્ટ્રી… કોરોનાકાળ બાદ હવે લોકો ધીમે ધીમે ફરતા થયા છે તો જે લોકો ફરવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે આ સમાચાર ખુબ મહત્વના છે.
ભારતમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ફરવાનો ખર્ચ ઓછો છે અને ફરવા માટે જગ્યા પણ સારી છે. આ જગ્યાઓ પર ફરવાનો ખર્ચ અંદાજે 5000 જેટલો આવી શકે છે.
પહેલુ છે દિલ્લીથી 230 કીમી જેટલુ દુર ઋષિકેશ કે જેને ભારતમાં ફરવા માટે સૌથી સારા સ્થળોમાંનું એક સ્થળ ગણવામાં આવે છે. ઋષિકેશ રહેવા માટે સ્થળ પણ સસ્તી કિંમતે મળી રહે છે. બીજુ છે કસૌલી કે જે હિલ સ્ટેશન છે અને ત્યાં પણ સસ્તી કિંમતે વધારે સમય ફરી શકાય એવુ છે. તેના પછી ત્રીજા નંબરે છે લેંસડાઉન કે જ્યાં એટલી બધી ગ્રીનરી છે કે ત્યાં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવતા રહે છે.
ચોથા નંબર પર છે વૃંદાવન કે જ્યાં શ્રીકૃષ્ણનું મંદિર છે. શ્રીકૃષ્ણના આ મંદિરને પ્રેમમંદિર પણ કહેવામાં આવે છે અને લોકો અહી દુર દુરથી ફરવા પણ આવે છે. આ મંદિરને લઈને લોકોની એવી શ્રધ્ધા પણ છે કે આ મંદિરમાં જો દર્શન કરવા જાવ તો.. મંદિરમાંથી બહાર નીકળવાનું મન નથી થતુ. આ પ્રકારના અનુભવ અનેક લોકો દ્વારા કરવામાં આવ્યા છે.
તે બાદ વારાણસી અને કન્યાકુમારી પણ એવા સ્થળો છે જે ફરવા માટે સારા સ્થળોમાંના એક સ્થળમાં આવે છે.
-દેવાંશી


