1. Home
  2. ગુજરાતી
  3. લેહમાં હવામાન પૂર્વાનુમાન પ્રણાલી ‘ડોપ્લર રડાર’ સ્થાપિત – હવે મળશે સચોટ જાણકારી
લેહમાં હવામાન પૂર્વાનુમાન પ્રણાલી ‘ડોપ્લર રડાર’ સ્થાપિત – હવે મળશે સચોટ જાણકારી

લેહમાં હવામાન પૂર્વાનુમાન પ્રણાલી ‘ડોપ્લર રડાર’ સ્થાપિત – હવે મળશે સચોટ જાણકારી

0
Social Share
  • લેહમાં હવે મોસમની સચોટ જાણકારી મળશે
  • મોસમ પૂર્વાનુમાન સિસ્ટમ ડોપ્લર સ્થાપિત
  • ચાર સ્થળોએ ડોપ્લર વેધર રડારરાષ્ટ્રને સમર્પિત કરાયા

 

લદ્દાખઃ- દેશભરમાં અતંરિયાળ તથા અતિ હિમવર્ષાના પ્રકોપ વાળા પ્રદેશોમાં હવામાનની જાણકારી હોવી ખૂબ જરુરી છે, આ માટે અનેક સિસ્ટમ વિકસાવવામાં આવી છે ત્યારે હવે લદ્દાખના લેહ સહિત દેશભરમાં આવેલા ચાર સ્થળોએ ડોપ્લર વેધર રડાર શુક્રવારે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.

આ ચાર પ્રદેશોમાં લેહ, દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે જ્યાં  સ્થાપિત આ રડારોનું ઉદ્ઘાટન કરાયુ હતું ,આ ઉદ્ધાટન કરતી વખતે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતે દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં હવામાન અને આબોહવા સેવાઓ પૂરી પાડી  પાડવામાં મધ્ય પૂર્વે એશિયન ખંડમાં અગ્રણી ભૂમિકા ભજવી છે.

ભારતના હવામાન વિભાગના 147મા સ્થાપના દિવસના અવસરે તેમણે કહ્યું કે, વર્ષ 2016થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણા દેશોને હવામાનની ગંભીર ચેતવણીઓ અંગેની માહિતી આપવામાં આવી છે. ગંભીર આબોહવા આપત્તિઓ સામે લડવામાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશો માટે તેનો ઉપયોગ સરળ બનાવ્યો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સાર્ક સેટેલાઇટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ભારત હવામાન વિભાગ વૈશ્વિક જરૂરિયાતોને પહોંચી વળવા તેની હવામાન અને આબોહવા સેવાઓનું આધુનિકીકરણ કરશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઉચ્ચ રિઝોલ્યુશન મોડલ અપનાવવા ઉપરાંત સ્થાનિક આગાહી પદ્ધતિને મજબૂત કરવા માટે મોટા પાયા પર ડ્રોન-આધારિત અવલોકન તકનીકનો ઉપયોગ કરશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code