
દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ઈરા બસુ છેલ્લા બે વર્ષથી ફુટપાથ ઉપર રહેતી હતી. જ્યારે ખ્યાલ આવ્યો તો તેમને માનસિક રોગિયોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે, 70 વર્ષના ઈરા છેલ્લા કેટલાક વર્ષોથી બઘર હતા. તેઓ સરકારી સ્કૂલમાં ટીચર હતા અને 2009નિવૃત્ત થયાં હતા. એટલું જ નહીં તેમણે પેન્શન માટે પણ દાવો કર્યો ન હતો. સ્કૂલના એક પૂર્વ હેડ મિસ્ટ્રેસએ તેમને ઘરમાંથી બહાર કાઢ્યાં હોવાનો ઈરાએ આક્ષેપ કર્યો હતો. જે બાદ તેઓ ફુટપાથ ઉપર જ રહેતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કોલકતાના ડનલપ ફ્લાઈઓવર નીચે તેમના વિદ્યાર્થીઓ સન્માનિત કરવા ગયા હતા. જે બાદ તેમની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તે પછી ખબર પડી કે તેઓ પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પત્ની મારાની બહેન છે. તસ્વીરને જોયા બાદ અનેક લોકો તેમની મદદ કરવા માટે આગળ આવ્યાં હતા. જો કે, તેમણે મદદ લેવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, મારે પૈસાની કોઈ જરૂર નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ ફુટપાથ ઉપર રહેતા હતા પરંતુ તેમણે કોઈ દિવસ ભીખ માંગી નથી. તેઓ નજીકની દુકાનથી જમવાનું લાવતા હતા. ખારદાહ પ્રિયાંથ ગર્લ્સ સ્કૂલમાં તેઓ ભણાવતા હતા. કેટલાક શિક્ષકોના જણાવ્યા અનુસાર નિવૃતિના પહેલા કેટલાક દિવસોથી તેઓ પગમાં ચપ્પલ પહેર્યા વિના આવતા હતા. તે બાદ તેઓ મેલા કપડા પણ પહેરવા લાગ્યાં હતા. નિવૃત્તિ બાદ તેઓ પૂર્વ હેડમિસ્ટ્રેસ સાથે રહેતા હતા. હેડમિસ્ટ્રેસના નિધન બાદ તેઓ બારાનગરમાં એક ફુટપાથ ઉપર રહેવા જતા રહ્યાં હતા. જો કે, તેમણે બુદ્ધદેવ અને તેમની બહેન મીરા બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કોરોના સંક્રમિત થયાની જાણ થતા તેઓ મંદિર પણ ગયા હોવાનું જાણવા મળે છે.