Site icon Revoi.in

રાજકોટના અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી વડોદરાના કમાટી બાગની જોય ટ્રેન ક્યારે શરૂ કરાશે

Social Share

વડોદરાઃ શહેરમાં કમાટી બાગમાં બાળકો માટે જોય ટ્રેનને રાજકોટના અગ્નિકાંડ બાદ સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. જે મહિનાઓ બાદ પણ જોય ટ્રેનને શરૂ કરવામાં ન આવતા કમાટી બાદની મુલાકાતે આવતા લોકો નિરાશ થઈ રહ્યા છે. ટ્રેનના સંચાલકો દ્વારા વડોદરા કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે કે કમાટી બાગમાં ફરવા આવતા સહેલાણીઓ દ્વારા આ ટ્રેન શરૂ કરવા સતત માગણી કરવામાં આવી રહી છે, તો આ ટ્રેનને ચાલુ કરવા છૂટ આપવી જોઈએ. છતાં ટ્રેનને શરૂ કરવામાં આવતી નથી.

વડોદરા શહેરમાં અગાઉ હરણી બોટ કાંડ થયો હતો ત્યારે પણ કમાટી બાગની જોય  ટ્રેન બંધ કરી દેવાઈ હતી અને રજુઆતો બાદ મોડે મોડે ચાલું કરવામાં આવી હતી પણ. ત્યારબાદ એક દોઢ મહિનામાં રાજકોટમાં અગ્નિકાંડ સર્જાતા સલામતીના કારણોસર કમાટી બાદની જોય  ટ્રેન બંધ કરવામાં આવી હતી, ગત 25 મેથી આ ટ્રેનના પૈડા થંભી ગયા છે. જેને ત્રણ મહિના થઈ ગયા છે. છતાં હજુ ટ્રેનને શરૂ કરવામાં આવી નથી. તાજેતરમાં ગૌરીવ્રત હતા, ત્યારે પણ આ ટ્રેન ચાલુ કરવા માંગ ઊઠી હતી. ત્યારબાદ રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને આ ટ્રેન ચાલુ કરવા મ્યુનિ. કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જ્યાં અગ્નિકાંડ બનેલો તે રાજકોટમાં મેળાની પરમિશન આપી દેવામાં આવી છે, અને ત્યાં રાઈડ્સ પણ લાગવામાં માંડી છે. પરંતુ વડોદરાના કમાટી બાગની જોય ટ્રેનને શરૂ કરવાની મંજુરી આપવામાં આવતી નથી. જોય ટ્રેનને સેફટી અને ફિટનેસ સહિતના જરૂરી સર્ટિફિકેટો પણ છે, એટલું જ નહીં બાગમાં નાની રાઈડ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. આ ટ્રેનના ચાર કોચ છે. એક કોચમાં 36 એડલ્ટ બેસી શકે છે. એક ટ્રીપમાં 144 એડલ્ટ મુસાફરી કરે છે.

#VadodaraNews | #JoyTrainClosure | #SafetyConcerns | #KomatiBag | #PublicTransport | #CityAttractions | #TrainResumption | #SafetyStandards

Exit mobile version